E-PAN: ઈ-પાન કાર્ડના આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો અહીં

|

Dec 07, 2021 | 12:57 PM

પાન કાર્ડની હાર્ડ કોપીને ઘણી જગ્યાએ લઈ જવાનું પસંદ કરે છે. પરંતુ તેની ફિજિકલ કોપી દરેક જગ્યાએ લઈ જવામાં તેને ખોવાનો ભય રહે છે. જેમ કે ક્યાંક પડી જવું કે ચોરાઈ જવું. આવી સ્થિતિમાં ઈ-પાન કાર્ડનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.

E-PAN: ઈ-પાન કાર્ડના આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો અહીં
PAN Card (File Photo)

Follow us on

આવકવેરા રિટર્ન ભરવાથી લઈને બેંકમાં ખાતું ખોલાવવા કે નવી નોકરી શરૂ કરવા સુધી, દરેક વસ્તુ માટે પાન કાર્ડ જરૂરી છે. તેથી, આજના યુગમાં, પાન કાર્ડ મુખ્ય અને મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક માનવામાં આવે છે. PAN કાર્ડ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા જાહેર કરવામાં આવે છે, જેનું મુખ્ય કામ 50 હજારથી ઉપરના વ્યવહારો દરમિયાન છે. PAN કાર્ડ પર 10-અંકનો નંબર લખવામાં આવે છે, જેને તમારો PAN નંબર કહેવામાં આવે છે.

આમાં તમારી અંગત માહિતી છે. પાનકાર્ડના વધતા જતા ઉપયોગ સાથે તેના ગાયબ થવાનો પણ ખતરો છે. ઘણીવાર લોકો પાન કાર્ડ(PAN Card)ની હાર્ડ કોપીને ઘણી જગ્યાએ લઈ જવાનું પસંદ કરે છે. પરંતુ તેની ફિજિકલ કોપી દરેક જગ્યાએ લઈ જવામાં તેને ખોવાનો ભય રહે છે. જેમ કે ક્યાંક પડી જવું કે ચોરાઈ જવું. આવી સ્થિતિમાં ઈ-પાન કાર્ડનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ઈ-પાન કાર્ડ એ તમારા અસલ પાન કાર્ડની વર્ચ્યુઅલ કોપી (Virtual copy) છે. જેનો બધે જ સ્વીકાર થાય છે. તો ચાલો જાણીએ ઈ-પાન કાર્ડના ફાયદા (Benefits of e-Pan Card)વિશે.

ખોવાનો ડર નહીં

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઘણી વખત લોકોનું અસલ પાન કાર્ડ ખોવાઈ જાય છે, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર લોકો તેને ફોટોકોપીની દુકાન, બેંક કે તેમની ઓફિસમાં ભૂલી જાય છે. તો ઘણા લોકો પોતાના પર્સમાં પાન કાર્ડ પણ રાખે છે, જેના કારણે પર્સ ચોરાઈ જાય તો પાન કાર્ડ પણ ચોરાઈ જાય છે. તેથી, ઇ-પાન કાર્ડનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે, કારણ કે તમે તમારા ફોન અથવા લેપટોપમાં તેની સોફ્ટ કોપી રાખી શકો છો. જેનો તમે તમારી જરૂરિયાત મુજબ ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.

ઉપયોગ કરવો સરળ

ઈ-પાન કાર્ડ તમારા હાર્ડકોપી મૂળ પાન કાર્ડ કરતાં વધુ અનુકૂળ છે. તમે તેનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો. તમે તમારા દસ્તાવેજો સાથે ઈ-પાન કાર્ડ માટે સરળતાથી અરજી કરી શકો છો. તમારે તેને સ્કેન કરવાની કે ફોટોકોપી કરવાની જરૂર નથી.

સંગ્રહની સરળતા

તમારી બેગ, પર્સ અથવા અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ પાન કાર્ડની હાર્ડકોપી રાખવી તમને ખૂબ જ મુશ્કેલ લાગે છે. વળી, આ બાબતમાં તમારો સમય પણ વેડફાય છે. પરંતુ ઈ-પાન કાર્ડનો ઉપયોગ કરીને, તમે આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો, કારણ કે તમારે તેને તમારી બેગ અથવા પર્સમાં રાખવાની જરૂર નથી.

ગમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો

જો તમે તમારું અસલ પાન કાર્ડ હાર્ડ કોપીમાં લાવવાનું ભૂલી ગયા છો, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે નેટનો ઉપયોગ કરીને તમારા ફોન અથવા લેપટોપમાં ગમે ત્યાંથી તમારું e PAN કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો: Crime: પહેલા પોતાની પત્ની અને ત્યાર બાદ તેના પ્રેમીની હત્યા કરી એ પણ પોતાની પ્રેમીકાની મદદથી, આ રીતે ખુલ્યો હત્યાનો રાજ

આ પણ વાંચો: Viral: બિલાડીને ચડ્યો બોડી બનાવાનો શોખ ! વર્કઆઉટ જોઈ દંગ રહી ગયા લોકો

Next Article