
આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા જાહેર કરાયેલ PAN અથવા કાયમી એકાઉન્ટ નંબર એ ભારતમાં ઘણા હેતુઓ માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવા અને શેરબજારમાંથી શેર ખરીદવા, મિલકત ખરીદવા વગેરે જેવી અન્ય ફાઈનાન્સ સેવાઓનો લાભ મેળવવા માટે પાન કાર્ડ જરૂરી છે.
જેઓ ભારતમાં રહે છે, NRI , PIO, OCI કાર્ડધારક અથવા અન્ય કોઈપણ કે જેઓ ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેઓ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. પાન કાર્ડ માટે અરજી કરવા માટે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર છે પરંતુ જો તમારો આ ચોક્કસ દસ્તાવેજ ખોવાઈ ગયા હોય તો શું? ગભરાશો નહીં, IT વિભાગ ઓનલાઈન પાન કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપે છે.
ઈ-પાન કાર્ડ એક સુરક્ષિત વિકલ્પ છે જે ફિઝિકલ કોપી સાથે રાખવાની ઝંઝટને દૂર કરે છે. આ ઉપરાંત, તમારે બે પેજનું પાન કાર્ડ ફોર્મ ભરવાની જરૂર નથી, પરંતુ ત્વરિત પાન એપ્લિકેશન માટે આધાર અને ઇ-કેવાયસી પ્રક્રિયા છે. ઇ-પાન કાર્ડ કેવી રીતે મેળવવું તે અંગે અહીં એક સરળ માર્ગદર્શિકા છે.
વપરાશકર્તાઓએ નોંધ લેવી જોઈએ કે તેમના પાન કાર્ડની પીડીએફ ફાઇલને ઍક્સેસ કરવા માટે, તેઓએ એક પાસવર્ડ દાખલ કરવો પડશે જે તેમની મૂળ જન્મતારીખ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –