ફોટો અને વીડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા (Social media) યુઝર્સમાં ઝડપથી પકડ બનાવી રહ્યું છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો અને એક જ એપથી એક સાથે બે એકાઉન્ટ ચલાવવા માંગો છો તો તમારી સમસ્યા હલ થઈ જશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઇન્સ્ટાગ્રામ એપ (Instagram App) પર એકસાથે બે એકાઉન્ટ કેવી રીતે ખોલવા અને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં કેવી રીતે સ્વિચ કરવું. ઈન્સ્ટાગ્રામે એક ફોન પર પાંચ એકાઉન્ટ ઓપરેટ કરવાની પરવાનગી આપી છે, જેમાંથી એક પર્સનલ, એક ઓફિસિયલ અને બાકીના ત્રણ એકાઉન્ટ હોઈ શકે છે. પહેલા કોઈપણ વ્યક્તિ માત્ર એક જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account)ઓપરેટ કરી શકતો હતો પરંતુ હવે એવું નથી.
Instagram ની આ ખાસ સુવિધા Android અને iOS પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે અને તે જ ડિવાઈસથી તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક Instagram એકાઉન્ટને મેનેજ કરવાનું સરળ બનાવે છે. તમે Instagram એપ્લિકેશન પર એકથી વધુ Instagram એકાઉન્ટ કેવી રીતે સેટ કરી શકો છો તે જાણો અહીં.
1 તમારા સ્માર્ટફોનમાંથી Instagram એપ્લિકેશન ઈસ્ટોલ કરો
2 હવે નીચે જમણા ખૂણામાં DP પર ક્લિક કરીને પ્રોફાઇલ પર જાઓ.
3 ગિયર પસંદ કરો અથવા સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ત્રણ વર્ટિકલ પોઈન્ટ પસંદ કરો.
4 આગળ, નીચે સ્ક્રોલ કરો અને Add Account પસંદ કરો.
5 તમારું યુઝર નામ અને પાસવર્ડ દાખલ કરો અથવા તમારા Facebook એકાઉન્ટથી લૉગ ઇન કરો.
1 એપ ઈસ્ટોલ કર્યા પછી, પ્રોફાઇલ પેજ પર જાઓ અને તમારા યુઝરનેમ પર ટેપ કરો, જે ઉપરના ડાબા ખૂણામાં આપવામાં આવ્યું છે.
2 હવે તમે જે એકાઉન્ટ ઓપરેટ કરવા અને હેન્ડલ કરવા માંગો છો તેને પસંદ કરો.
1 પ્રોફાઇલ પેજ પર જાઓ અને ગિયર આઇકોન પસંદ કરો.
2 નીચે સ્ક્રોલ કરો અને લોગઆઉટ વિકલ્પ પર જાઓ, જે એડ એકાઉન્ટની નજીક જ આપવામાં આવે છે.
3 તમે જે એકાઉન્ટને દૂર કરવા માંગો છો તેમાંથી લોગઆઉટ કરો અથવા તમે બધા એકાઉન્ટ્સમાંથી લોગ આઉટ પણ કરી શકો છો. આ બધા એકાઉન્ટ્સ કાઢી નાખશે.
આ પણ વાંચો: સાયનાની બાયોપિકમાં બાળપણનો રોલ કરનારી Naishaa રિઅલ લાઈફમાં છે બેડમિન્ટન ચેમ્પિયન