Google Pay પર કેવી રીતે બદલશો પોતાનો UPI પીન? જાણો સ્ટેપ્સ

|

Nov 05, 2021 | 4:53 PM

જો તમે પીન ભૂલી ગયા છો અથવા તો સુરક્ષાના કારણોથી તેને બદલવાનું વિચારી રહ્યા છો તો તમે યુપીઆઈ પીન બદલી શકો છો. ગુગલ મુજબ જો યુઝર 3 વારથી વધારે વખત ખોટો યુપીઆઈ પીન જનરેટ કરે છે તો તેમને પોતાનો પીન રીસેટ કરવો પડશે અથવા પોતાનું આગામી ટ્રાન્ઝેક્શન કરવા માટે 24 કલાકની રાહ જોવી પડશે.

Google Pay પર કેવી રીતે બદલશો પોતાનો UPI પીન? જાણો સ્ટેપ્સ
આવી સ્થિતિમાં ગૂગલ પે યુઝર્સને ખબર હોવી જોઈએ કે તેઓ આ એપથી કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકે છે. અહીં અમે તેના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. જેમ આપણે બધા જાણીએ છીએ કે Google Pay UPI પ્લેટફોર્મ પર કામ કરે છે. આની મદદથી તમે રિયલ ટાઈમમાં અન્ય વ્યક્તિ અથવા વેપારીને પૈસા મોકલી શકો છો. દરેક વસ્તુની જેમ તેની પણ કેટલીક મર્યાદાઓ છે.

Follow us on

જે લોકો ઘરે પોતાનું વોલેટ ભુલી જાય છે, તેમના માટે ગૂગલ પે (Google Pay) જેવી UPI પેમેન્ટ ઓપ્શનની સાથે જીવન સરળ થઈ જાય છે. આ તે લોકોની પણ મદદ કરે છે, જેમની પાસે રોકડની કમી છે અથવા તે ભૂલી ગયા છે કે રોકડનો ઉપયોગ કરીને લેણદેણ કેવી રીતે કરવાની હોય છે. ત્યારે ભુલકણા લોકો ક્યારેક તેમનો પાસવર્ડ અથવા યુપીઆઈ પીન પણ ભૂલ જાય છે, જેના વગર યુપીઆઈ પેમેન્ટ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરવુ શક્ય નથી. તે સમયે રોકડ ખુબ જ કામ આવે છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો તમે પીન ભૂલી ગયા છો અથવા તો સુરક્ષાના કારણોથી તેને બદલવાનું વિચારી રહ્યા છો તો તમે યુપીઆઈ પીન બદલી શકો છો. ગુગલ મુજબ જો યુઝર 3 વારથી વધારે વખત ખોટો યુપીઆઈ પીન જનરેટ કરે છે તો તેમને પોતાનો પીન રીસેટ કરવો પડશે અથવા પોતાનું આગામી ટ્રાન્ઝેક્શન કરવા માટે 24 કલાકની રાહ જોવી પડશે. યુઝર આ દરમિયાન પૈસા મોકલી કે રિસિવ નથી કરી શકતા. જો ગુગલ પે યુઝર શ્યોર છે કે તે પોતાનો પીન ભુલી ગયો છે તો તે પોતાના યુપીઆઈ પીનને અપડેટ કરી શકે છે.

 

એપ્લિકેશનથી પોતાના ગુગલ પે યુપીઆઈ પીનને બદલવો સરળ છે, કારણ કે રજિસ્ટર્ડ નંબર તમારા ફોન સાથે કનેક્ટ હોય છે. ગુગલ પે પર પોતાના યુપીઆઈ પીન બદલવા માટેના સ્ટેપ્સ જુઓ.

1. ગુગલ પે ઓપન કરો.

2. સૌથી ઉપર ડાબી બાજુ પોતાના ફોટો પર ટેપ કરો.

3. પોતાના બેન્ક એકાઉન્ટ પર ટેપ કરો.

4. તે બેંક એકાઉન્ટને સિલેક્ટ કરો, જેને તમે એડિટ કરવા માંગો છો.

5. ફોરગેટ યુપીઆઈ પીન પર ટેપ કરો.

6. પોતાના ડેબિટ કાર્ડ નંબરના છેલ્લા 6 ડિજિટ અને છેલ્લી તારીખ એન્ટર કરો.

7. એક નવો યુપીઆઈ પીન બનાવો.

8. એસએમએસથી મળેલા ઓટીપીને દાખલ કરો.

ગુગુલ પે પર યુઝર્સ પોતાના એકાઉન્ટ બેલેન્સ અને છેલ્લા ટ્રાન્ઝેક્શનની તપાસ પણ આ રીતે કરી શકે છે.

1. ગુગલ પે ઓપન કરો.

2. સૌથી ઉપર ડાબી બાજુ પોતાના ફોટો પર ટેપ કરો.

3. બેન્ક એકાઉન્ટ

4. તે એકાઉન્ટ પર ટેપ કરો, જેનું બેલેન્સ તમે ચેક કરવા ઈચ્છો છો.

5. વ્યુ બેલેન્સ પર ટેપ કરો.

6. પોતાનો યુપીઆઈ પીન નાખો.

 

આ પણ વાંચો: PM Modi in Kedarnath: વડાપ્રધાન મોદીએ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવારણ કર્યું, ‘શંકર’ શબ્દનો અર્થ સમજાવ્યો

Next Article