દુનિયાના સૌથી હાઈ-ટૅક CCTV લાગશે 26 જાન્યુઆરીની પરેડમાં, વેશ બદલીને ઘૂસનારા આતંકવાદીઓને ‘પળવાર’માં જ ઓળખી લેશે, દુનિયાના માત્ર 4-5 દેશો કરી રહ્યાં છે આ ટેક્નિકનો ઉપયોગ

|

Jan 22, 2019 | 11:15 AM

26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડનું આયોજન કરવામાં આવે છે જ્યાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી સાથે ભારતીય સેનાની ત્રણેય પાંખો પોતાની શક્તિનું પ્રદર્શન પણ કરે છે. આ આયોજનની વચ્ચે દેશવિરોધી તત્વોને પકડવા તેમજ ત્યાં આવેલી ભીડની સલામતી માટે વિવિધ પગલા લેવામાં આવતા હોય છે. આ વર્ષે 26મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડમાં એવા 30 કેમેરા […]

દુનિયાના સૌથી હાઈ-ટૅક CCTV લાગશે 26 જાન્યુઆરીની પરેડમાં, વેશ બદલીને ઘૂસનારા આતંકવાદીઓને પળવારમાં જ ઓળખી લેશે, દુનિયાના માત્ર 4-5 દેશો કરી રહ્યાં છે આ ટેક્નિકનો ઉપયોગ

Follow us on

26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડનું આયોજન કરવામાં આવે છે જ્યાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી સાથે ભારતીય સેનાની ત્રણેય પાંખો પોતાની શક્તિનું પ્રદર્શન પણ કરે છે. આ આયોજનની વચ્ચે દેશવિરોધી તત્વોને પકડવા તેમજ ત્યાં આવેલી ભીડની સલામતી માટે વિવિધ પગલા લેવામાં આવતા હોય છે.

આ વર્ષે 26મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડમાં એવા 30 કેમેરા લગાવવામાં આવશે જે તરત જ પોલીસના ડેટાના આધારે ભીડમાં રહેલા કુખ્યાત ગુનેગાર, આતંકવાદીઓને પારખી લેશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ કેમેરા કાર્યક્રમ સ્થળના પ્રવેશદ્વાર, વીઆઈપી મંચ અને પ્રાંગણમાં લગાવવામાં આવશે. ડેટાના આધારે આ કેમેરા શંકાસ્પદોની ઓળખ કરીને તે સંદેશો તાત્કાલિક કંટ્રોલરુમને મોકલી આપશે.

સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા મુજબ આ કેમેરામાં શંકાસ્પદો અને દેશની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે તેવા તમામનો ડેટા ઘણાં સમયથી એકત્રિત કરવામાં આવ્યો છે. આ કેમેરાને ‘ફેસ રિકનાઈઝ્ડ’  કેમેરા તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: સમજો EVMની કામ કરવાની સંપૂર્ણ સિસ્ટમ અને જાણો કેમ તેને હૅક નથી કરી શકાતું

ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિલ્હી પરેડની સુરક્ષાને લઈને લગભગ 200 CCTV કેમેરા લગાવવામાં આવતા જેમાં હવે નવા વધુ 50 કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમેરાની સાથે સુરક્ષામાં 10 હજારથી વધુ પોલીસજવાનો સહિત વિવિધ એજન્સી સુરક્ષા કર્મચારીઓ હાજરી આપશે.

[yop_poll id=739]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article