Happy Raksha Bandhan 2021: રક્ષાબંધન પર ભાઇ-બહેનને મોકલો આ સરસ મજાના સ્ટીકર્સ, બસ ફોલોવ કરો આ સ્ટેપ્સ

|

Aug 22, 2021 | 8:32 AM

Happy Raksha Bandhan 2021: તમે ખુબ સારા સ્ટિકર્સ અને GIF વગેરે ડાઉનલોડ કરીને પોતાના ભાઇ અથવા તો બહેનને શુભેચ્છા આપી શકો છો. આમ કરવાથી તેમને સ્પેશિયલ ફિલ થશે.

Happy Raksha Bandhan 2021: રક્ષાબંધન પર ભાઇ-બહેનને મોકલો આ સરસ મજાના સ્ટીકર્સ, બસ ફોલોવ કરો આ સ્ટેપ્સ
you can create and send sticker and GIF to your siblings

Follow us on

આજે સમગ્ર દેશમાં ભાઇ-બહેનના તહેવાર એટલે કે રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે મોટાભાગના ભાઇ બહેન એકબીજાની પાસે પહોંચી જાય છે. પરંતુ કેટલાક ભાઇ એવા પણ હોય છે જે અલગ અલગ કારણોસર રાખડી બંધાવવા પોતાની બહેન પાસે પહોંચી શક્તા નથી. કોરોનાના આ સમયમાં બની શકે કે કેટલાક ભાઇ-બહેનો આજના દિવસે મળી નહી શકે અથવા તો વિદેશમાં રહેતા ભાઇ-બહેન પણ એકબીજાને મળી નથી શક્તા જો તમે પણ એ લોકોમાં આવો છો તો અમે તમને એક રીત બતાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે ખુબ સારા સ્ટિકર્સ અને GIF વગેરે ડાઉનલોડ કરીને પોતાના ભાઇ અથવા તો બહેનને વિશ કરી શકો છો. આમ કરવાથી તેમને સ્પેશિયલ ફિલ થશે.

રક્ષાબંધનના સારા સારા સ્ટિકર્સ મોકલવા માટે તમે થર્ડ પાર્ટી સ્ટિકર પેકને ડાઉનલોડ કરી શકો છો. જો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી તમારા માટે સ્ટિકર્સ ખરીદવા માંગો છો તો તેના માટે તમારે પ્લે સ્ટોર પર ‘Raksha Bandhan WhatsApp stickers’ અથવા તો ‘Rakhi 2021 WhatsApp stickers’ લખીને સર્ચ કરવુ પડશે. જોકે iOS ની વાત કરીએ તો તેમના માટે થર્ડ પાર્ટી એપ ઉપલબ્ધ નથી. તેના માટે તેમણે ડાયરેક્ટ Sticker.ly નો ઉપયોગ કરવો પડશે.

-એન્ડ્રોઇડ ફોન પર સર્ચ કર્યા બાદતમારા પસંદના સ્ટીકર્સ પેકને પસંદ કરો અને પછી પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરો
– સ્ટીકર પેક ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો અને ‘Open Stickers packs’ ઓપ્શન પર ટેપ કરો.
– હવે તમને રક્ષાબંધન સ્ટીકર પેકની એક લિસ્ટ જોવા મળશે. હવે મનગમતા સ્ટીકરને પસંદ કરીને જમણી બાજુ આપેલા ‘Plus’ ના આઇકોન પર ક્લિક કરો. આમ કરવાથી એ સ્ટીકર્સ તમારા વોટ્સએપ સાથે જોડાય જશે
– હવે તમને ઘણા બધા ઓપ્શન્સ દેખાશે કે આ સ્ટીકર્સને તમે ક્યાં ક્યાં જોડી શકો છો. તેમાં તમને વોટ્સએપ, ટેલીગ્રામ જેવા એપને સિલેક્ટ કરવાનું રહેશે.
– હવે એડ ના ઓપ્શન પર ક્લિક કરીને સિલેક્શન કન્ફર્મ કરો. આ કર્યા બાદ તમને વોટ્સએપમાં આ સ્ટીકર્સ મળી જશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વોટ્સએપમાં આ રીતે મોકલો GIF

જો તમે તમારા ભાઇ અથવા તો બહેનને GIF મોકલવા માંગો છો તો સૌથી પહેલા એ ચેટને સિલેક્ટ કરો જેમાં તમે મોકલવા માંગતા હોવ
– હવે ચેટ બારમાં જમણી બાજુ આપેલા સ્ટીકર આઇકોન પર ક્લિક કરો અને પછી GIFઓપ્શનમાં જાઓ.
– હવે સર્ચ ઓપ્શન પર ટેપ કરો અને સર્ચ બારમાં રક્ષાબંધન અથવા તો રાખી સર્ચ કરો.
– હવે તમારા પસંદના GIF સિલેક્ટ કરો અને મોકલી દો.

આ પણ વાંચો –

સીસીટીવી ફૂટજે હત્યાનો ભેદ ઉકેલ્યો : પત્ની સાથે આડા સંબંધની શંકામાં મિત્રની હત્યા કરનાર હત્યારો ઝડપાયો

Next Article