Happy Friendship day 2021: તમારા મિત્રોને મોકલો આ કૂલ વોટ્સએપ સ્ટિકર્સ, આ રીતે કરો ડાઉનલોડ

|

Aug 01, 2021 | 4:25 PM

જો તમારા ફોનમાં ફ્રેન્ડશિપ ડે વાળા સ્ટિકર્સ નથી તો ચિંતા ન કરશો. આજે અમે તમને એક સરળ રીત જણાવવા જઇ રહ્યા છે જેની મદદથી તમે તમારા વોટ્સએપમાં સ્ટિકર (Friendship day stickers) પેકને ડાઉનલોડ કરી શકો છો.

Happy Friendship day 2021: તમારા મિત્રોને મોકલો આ કૂલ વોટ્સએપ સ્ટિકર્સ, આ રીતે કરો ડાઉનલોડ
download whatsapp stickers and send it to your friends

Follow us on

ઓગષ્ટ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે અને મહિનાના પહેલા રવિવારને Friendship day તરીકે મનાવવામાં આવે છે. અને આ વર્ષે આ રવિવાર 1 ઓગષ્ટ એટલે કે આજે છે. લોકો આ દિવસે પોતાના મિત્રોને ગિફ્ટ આપીને કે તેમને વિશ કરીને મનાવે છે. હાલ કોરોના મહામારીમાં એક બીજાને મળવા કરતા તમે વોટ્સએપ, ફેસબુક જેવી એપના માધ્યમથી જ તમારા મિત્રોને વિશ કરો.

 

તમે તમારા ફ્રેન્ડને વિશ કરવા માટે વોટ્સએપ સ્ટિકર્સનો (WhatsApp stickers) ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સરળતાથી તમારા વોટ્સએપમાં સ્ટિકર્સ ડાઉનલોડ કરી શકો છો. જો તમારા ફોનમાં ફ્રેન્ડશિપ ડે વાળા સ્ટિકર્સ નથી તો ચિંતા ન કરશો. આજે અમે તમને એક સરળ રીત જણાવવા જઇ રહ્યા છે જેની મદદથી તમે તમારા વોટ્સએપમાં સ્ટિકર (Friendship day stickers) પેકને ડાઉનલોડ કરી શકો છો. ચાલો તો જાણીએ તે માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ ફોનમાં ગુગલ પ્લે સ્ટોર ઓપન કરો અને ઉપર આવેલા સર્ચ બાર પર ટેપ કરો. હવે તેમાં ‘Friendship day WhatsApp stickers’ લખીને સર્ચ કરો.

હવે તમને સ્ટિકર્સ પેકની એક લિસ્ટ જોવા મળશે. તમે તેમાંથી કોઇ પણ સ્ટિકર્સ પેકને ડાઉનલોડ કરી શકો છો.

પેક ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો અને હવે તેમાં ‘Add to WhatsApp’ ઓપ્શન સર્ચ કરો. ઓપ્શન મળ્યા બાદ તેના પર ક્લિક કરો અને પેકને તમારા વોટ્સએપ સાથે જોડો.

હવે તમે તમારા વોટ્સએપમાં જઇને કોઇ પણ ચેટ વિન્ડો ઓપન કરો. હવે સ્માઇલી આઇકોન પર ક્લિક કરો અને પછી સ્ટિકર આઇકોન પર ક્લિક કરીને જમણી બાજુએ આપેલા + પર ક્લિક કરો.

આના પર ક્લિક કર્યા બાદ નીચેની તરફ સ્ક્રોલ કરો અને ડાઉનલોડેડ સ્ટિકર પેકને ચેક કરો. હવે તમારા હિસાબે તમને જે પણ સ્ટિકર સારુ લાગે તેને ફેવરીટમાં એડ કરી લો.

હવે તમે સ્ટિકર્સમાં જાઓ અને જેને પણ તમે ‘Favourite’ માર્ક કર્યુ છે તેના પર ટેપ કરીને તમારા મિત્રોને મોકલો.

 

આ પણ વાંચો – Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન

આ પણ વાંચો – Tokyo Olympics 2020 live : ભારતના બોક્સર સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હાર્યા , મેડલથી ચૂક્યા,હવે સિંધુ પાસે મેડલની આશા

Next Article