ટેલિકોમ વિભાગ (Department of Telecommunications)2017માં દૂરસંચારમાં વપરાતા ઈલેક્ટ્રોનિક સાધનોના ફરજિયાત પરીક્ષણ માટે MTCTE નિયમ લાગુ કર્યો હતો. બીજી તરફ, ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Compulsory Registration)ઓર્ડર, 2012 હેઠળ લેપટોપ, વાયરલેસ કીબોર્ડ, POS મશીન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નોંધણી ફરજિયાત બનાવે છે. DoTના નિયમથી કંપનીઓ બેવડા પાલનનો સામનો કરી રહી હતી. આ નવા નિયમના અમલને કારણે સ્માર્ટફોન અને સ્માર્ટવોચના લોન્ચિંગમાં વિલંબ થવાની સંભાવના હતી. આ કારણે કેન્દ્ર સરકારે ફોન અને ઘડિયાળને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપી છે.
સરકારનું કહેવું છે કે બિઝનેસ કરવાની સરળતાને ધ્યાનમાં રાખીને DoT એ અમુક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટવોચ અને POS મશીનને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી કંપનીઓ પર અનુપાલનનું દબાણ ઘટશે અને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.
આ રેગ્યુલેટરી ઓવરલેપિંગને સમાપ્ત કરવા માટે ઉદ્યોગ અને સંગઠનો દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. હવે મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે MTCTEમાંથી મોબાઈલ યુઝર ઈક્વિપમેન્ટ/ મોબાઈલ ફોન, સર્વર, સ્માર્ટવોચ, સ્માર્ટ કેમેરા, POS મશીનોને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. તેનાથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે બિઝનેસ કરવાનું સરળ બનશે. કંપનીઓ તેમના ઉત્પાદનો સમયસર અને સરળતાથી બજારમાં લાવી શકશે.
અહેવાલ મુજબ, તાજેતરમાં સરકારે દેશમાં વેચાતા તમામ 5G ઉપકરણોનું સ્થાનિક પરીક્ષણ અને પ્રમાણપત્ર હાથ ધરવાની જાહેરાત કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની વિંગ ટેલિકોમ એન્જિનિયરિંગ સેન્ટર (TEC)ની આંતરિક બેઠકમાં 5G ઉપકરણોના ટેલિકોમ સાધનોનું ઓનલાઈન પરીક્ષણ અને પ્રમાણપત્ર (MTCTE) હાથ ધરવાનું આયોજન કરી રહી છે.
આ યોજના હેઠળ, 5G સક્ષમ સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળો, પહેરી શકાય તેવા સ્માર્ટ કેમેરા પરીક્ષણ અને પ્રમાણપત્ર પછી વેચવામાં આવશે. તમામ 5G ઉપકરણોના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટેની યોજના જાન્યુઆરી 1, 2023 થી શરૂ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: WhatsApp પર આવી રહ્યું છે આ નવું ફીચર, યુઝર્સની ચેટિંગ પહેલા કરતા બનશે વધુ સરળ અને મજેદાર
આ પણ વાંચો: Naatu Naatu ગીત પર ડાન્સના ચક્કરમાં ગટરમાં પડ્યો યુવક, લોકોએ કહ્યું ‘ગટર જોઈ પછી નાચો-નાચો’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો