Google નું નવુ ફિચર, આ રીતે કરી શકો છો છેલ્લી 15 મિનીટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ

|

Jul 18, 2021 | 3:16 PM

માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મીનિટની સર્ચ હિસ્ટરી ડિલીટ કરી શકો છો. ગુગલે આ નવુ ફિચર એડ કરીને યૂઝર્સને વધુ પ્રાઇવસી આપવાનો પ્રયત્ન કર્યો છે.

Google નું નવુ ફિચર, આ રીતે કરી શકો છો છેલ્લી 15 મિનીટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ
auto-delete the search history

Follow us on

ગુગલ (Google) સર્ચના ઓપ્શનમાં (Google Search Option) એક નવુ અપડેટ આવ્યુ છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મીનિટની સર્ચ હિસ્ટરી (Search Histoy) ડિલીટ કરી શકો છો. ગુગલે આ નવુ ફિચર એડ કરીને યૂઝર્સને વધુ પ્રાઇવસી આપવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં આ ફિચર ફક્ત આઇઓએસ (IOS) એટલે કે આઇફોન (I Phone) માટે જ લોન્ચ કરવામાં આવ્યુ છે પરંતુ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ (Android) યૂઝર માટે પણ આ ફિચર લોન્ચ કરવામાં આવશે

ગુગલે ગત વર્ષે જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ઓટો ડિલીટ હિસ્ટ્રી ફિચર લોન્ચ કર્યુ હતુ અને હવે તેમાં જ વધારો કરીને ગુગલે છેલ્લા 15 મિનીટની હિસ્ટ્રી ડિલીટ થઇ શકે તેવું ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરના આવ્યા બાદ યૂઝર્સે સર્ચ હિસ્ટ્રી મેન્યુઅલી ડિલીટ કરવાની જરૂર નહીં પડે

કઇ રીતે સેટ કરશો ફિચર

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
  • સૌથી પહેલા ગુગલ એકાઉન્ટ બનાવોગુગલ એકાઉન્ટમાં મેન્યૂ આવી જશે
  • પોતાના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો
  • હવે તમને અહીં એક નવુ Quick Delete નું ઓપ્શન મળશે
  • Quick Delete પર ક્લિક કરો
  • હવે તમને Delete Last 15 Minutes નું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
  • હવે છેલ્લી 15 ની સર્ચ હિસ્ટ્રી જાતે જ ડિલીટ થઇ જશે

 

તમે આ ફિચરને Google Assistant ના ઉપયોગથી પણ સેટ કરી શકો છો. જેના માટે તમારો બોલવું પડશે ‘હેય ગુગલ. મે જે પણ કંઇ સર્ચ કર્યુ છે તેને ડિલીટ કરી દે’ આ બોલ્યા બાદ ઑટો ડિલીટ ઓપ્શન સામે આવી જશે. અહીં તમને ત્રણ ઓપ્શન મળશે 3 મહિના, 18 મહિના અને 36 મહિના તમે આ ત્રણમાંથી મનગમતા ઓપ્શનને સિલેક્ટ કરીને સેટિંગને સેટ કરી શકો છો.

 

આ પણ વાંચો – Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

આ પણ વાંચો – કોરોના કરતા પણ વધુ ઘાતક છે TB, ગુજરાતમાં દર દોઢ મીનીટે એકનું મૃત્યુ અને વર્ષે TB ના દોઢ લાખ નવા કેસો

Next Article