એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝટકો! Google એ વર્ષો જૂનું લોકપ્રિય ફીચર કર્યું બંધ, હવે હવામાન જોવાની રીત બદલાઈ જશે

ગૂગલે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પરથી 'ક્લાસિક વેધર ઇન્ટરફેસ' હટાવી દીધું છે. હવે વેધર શોર્ટકટ પર ક્લિક કરતા જ ફૂલ-સ્ક્રીન એનિમેશનને બદલે સીધું સર્ચ રિઝલ્ટ ખુલશે. જાણો શું થયો છે ફેરફાર.

એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝટકો! Google એ વર્ષો જૂનું લોકપ્રિય ફીચર કર્યું બંધ, હવે હવામાન જોવાની રીત બદલાઈ જશે
Image Credit source: TV9 Network
| Updated on: Feb 24, 2026 | 9:20 PM

જો તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ વેધર શોર્ટકટ દ્વારા હવામાન જોતા હતા, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. ગૂગલે તેના વર્ષો જૂના અને લોકપ્રિય ‘ક્લાસિક વેધર ઇન્ટરફેસ’ ને સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. હવે જ્યારે પણ તમે વેધર આઇકોન પર ક્લિક કરશો, ત્યારે તમને પહેલા જેવું ફૂલ-સ્ક્રીન પેજ જોવા નહીં મળે.

શું હતો જૂનો ‘ગૂગલ વેધર’ અનુભવ?

જૂનું ગૂગલ વેધર કોઈ અલગ એપ નહોતી, પરંતુ ગૂગલ એપની અંદર જ એક શાનદાર ઇન્ટરફેસ હતું. તેમાં ‘Froggy’ નામનું એક એનિમેટેડ દેડકાનું કેરેક્ટર હતું, જે વાતાવરણ મુજબ બદલાતું રહેતું. તે ખૂબ જ સાદું, જાહેરાત મુક્ત અને જોવામાં આકર્ષક હતું. યુઝર્સ માત્ર એક ક્લિકમાં તાપમાન અને આગામી 10 દિવસની આગાહી જોઈ શકતા હતા.

નવો ફેરફાર શું છે?

હવે વેધર શોર્ટકટ પર ટેપ કરતા જ તમે સીધા Google સર્ચ રિઝલ્ટ પેજ પર પહોંચશો.

  • નવો દેખાવ: હવે તે સામાન્ય ગૂગલ સર્ચ પેજ જેવું દેખાશે.
  • વધારે માહિતી: નવા ઇન્ટરફેસમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI), પવનની ગતિ અને હ્યુમિડિટી જેવી વિગતો વધુ આધુનિક રીતે જોવા મળશે.
  • વધારાની લિંક્સ: જૂના ક્લીન ઇન્ટરફેસના બદલે હવે અહીં અન્ય સર્ચ સજેશન અને લિંક્સ પણ દેખાશે, જે કદાચ કેટલાક યુઝર્સને ગમશે નહીં.

પિક્સેલ (Pixel) યુઝર્સ પર અસર

આ ફેરફાર મુખ્યત્વે તે એન્ડ્રોઇડ યુઝર્સને અસર કરશે જેઓ નોન-પિક્સેલ (સેમસંગ, વનપ્લસ, મોટોરોલા વગેરે) ફોન વાપરે છે. પિક્સેલ યુઝર્સ પાસે પહેલેથી જ ડેડિકેટેડ ‘Pixel Weather App’ છે, તેથી તેમને આ ફેરફારથી કોઈ મોટી અસર નહીં થાય.

ગૂગલે કેમ લીધો આ નિર્ણય?

ટેક એક્સપર્ટ્સના મતે, ગૂગલ પોતાની તમામ સેવાઓને એકીકૃત (Integrate) કરી રહ્યું છે. અલગ-અલગ મિની ફીચર્સ રાખવાને બદલે કંપની ઈચ્છે છે કે યુઝર્સ દરેક માહિતી સીધી ગૂગલ સર્ચ પ્લેટફોર્મ પર જ મેળવે.

ઈરાનમાં યુદ્ધના વાદળો ! ભારત સરકારની ‘દેશ છોડવા’ની સલાહ બાદ ભારતીય કામદારોનું શું થશે?, વાંચવા માટે અહીં ક્લિક કરો