Gujarati NewsTechnologyGoogle Pay launches Tap to Pay feature payment will be done automatically know the complete process
Tech Tips : Google Pay એ લોન્ચ કર્યું Tap to Pay ફિચર, ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ
આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ટેપ ટુ પે ફીચર ફક્ત કાર્ડ માટે જ ઉપલબ્ધ હતું. બધા વપરાશકર્તાઓએ ટેપ ટુ પે સુવિધા દ્વારા ચુકવણી પૂર્ણ કરવા માટે પોઈન્ટ ઓફ સેલ્સ (POS) ટર્મિનલ પર ફોનને ટેપ કરવાની જરૂર છે.
Symbolic Image
Follow us on
ગૂગલ પે (Google Pay)એ ટેપ ટુ પે (Tap to Pay) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર પાઈન લેબ્સ (Pine Labs) ની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે UPI આધારિત પ્રક્રિયા છે. આ ફીચરની મદદથી UPI પેમેન્ટ કરવાનું પહેલા કરતા વધુ સરળ બની જશે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ટેપ ટુ પે ફીચર ફક્ત કાર્ડ માટે જ ઉપલબ્ધ હતું. બધા વપરાશકર્તાઓએ ટેપ ટુ પે સુવિધા દ્વારા ચુકવણી પૂર્ણ કરવા માટે પોઈન્ટ ઓફ સેલ્સ (POS) ટર્મિનલ પર ફોનને ટેપ કરવાની જરૂર છે. આ પછી પેમેન્ટને ફોનથી ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે.
આ માટે યુઝરે UPI પિન નાખવો પડશે. આ રીતે ગૂગલ પે યુઝર્સ વર્ચ્યુઅલ પેમેન્ટ કરી શકશે. કંપની દાવો કરે છે કે ટૅપ ટુ પે સુવિધા QR કોડ સ્કેન કરવા અને UPE-લિંક્ડ મોબાઇલ નંબર દાખલ કરવા કરતાં વધુ અનુકૂળ રહેશે.
ટેપ ટુ પે સુવિધા ફક્ત UPI વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ હશે, જેઓ Pine લેબ્સ એન્ડ્રોઇડ POS ટર્મિનલ પર દેશભરમાં ગમે ત્યાં તેમના NFC- ઈનેબલ્ડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકશે. આ સુવિધા રિલાયન્સ રિટેલ અને ફ્યુચર રિટેલ અને સ્ટારબક્સ મર્ચન્ટ્સ પર ઉપલબ્ધ છે.