
ડિજિટલ ચુકવણી ક્ષેત્રમાં વધુ એક મોટું પગલું ભરતાં Google Pay એ તેનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડ ભારત માટે રજૂ કરાયેલું ગૂગલનું પ્રથમ વૈશ્વિક ક્રેડિટ કાર્ડ છે. Google Pay એ Axis Bank સાથે ભાગીદારીમાં RuPay નેટવર્ક પર આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ રજૂ કર્યું છે, જેને UPI સાથે પણ લિંક કરી શકાય છે.
UPI આધારિત ચુકવણી પ્રણાલીની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, Google Pay એ આ કાર્ડને UPI સાથે જોડવાની સુવિધા આપી છે. તેના કારણે ગ્રાહકો દુકાનો અને વેપારીઓ પાસે સીધી UPI મારફતે ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરી શકશે.
આ Google Pay ક્રેડિટ કાર્ડની સૌથી મોટી ખાસિયત ઇન્સ્ટન્ટ કેશબેક અને રિવોર્ડ્સ છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ્સ મહિનાના અંતે મળે છે, પરંતુ Google Pay એ દરેક ટ્રાન્ઝેક્શન પર તરત જ રિવોર્ડ્સ આપવાની વ્યવસ્થા કરી છે. એટલે કે ગ્રાહકો પોતાની આગામી ખરીદીમાં તરત જ રિવોર્ડ્સનો ઉપયોગ કરી શકશે.
ગૂગલના સિનિયર ડિરેક્ટર શરથ બુલુસુએ જણાવ્યું કે રિવોર્ડ્સ રિડીમ કરવાની પ્રક્રિયા સરળ બને તે માટે આ સુવિધા વિકસાવવામાં આવી છે.
આ ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહકો તેમના માસિક બિલોને EMIમાં રૂપાંતરિત કરી શકશે. 6 અથવા 9 મહિનાની સરળ હપ્તામાં ચુકવણી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે મધ્યમ વર્ગ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
ભારતમાં UPI અને ક્રેડિટ કાર્ડના સંયુક્ત ઉપયોગની માંગ ઝડપથી વધી રહી છે. Paytm, PhonePe, SBI Cards અને HDFC જેવા ખેલાડીઓ પહેલેથી જ RuPay કાર્ડ લોન્ચ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ગૂગલનો પ્રવેશ ભારતીય નાણાકીય બજારમાં તેની લાંબા ગાળાની યોજના દર્શાવે છે.
નિષ્ણાતો માને છે કે દેશમાં જ્યાં માત્ર આશરે 20 ટકા લોકો પાસે જ ક્રેડિટની સુવિધા છે, ત્યાં Google Payનું આ પગલું ક્રેડિટ કાર્ડની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Electricity Bill : તમારું વોશિંગ મશીન વધારે વીજળી વાપરે છે? લાઈટ બિલ ઘટાડવા અપનાવો આ ટિપ્સ