હવે થઈ જાઓ ટેન્શન ફ્રી… મુસાફરી દરમિયાન ટોલ ટેક્સની માહિતી પણ જણાવશે ગૂગલ મેપ, જાણો કઈ રીતે

Google Map Toll Rate Feature : ગૂગલ મેપ જેની મદદથી આપણે પોતાની મુસાફરીનો રસ્તો જાણી શકીએ છીએ તે ગૂગલ મેપમાં એક નવુ ફીચર આવી રહ્યુ છે. આ ફીચરની મદદથી યુઝર્સને રસ્તામાં આવનાર ટોલ નાકાના ટોલ ટેક્સની કિંમત પોતાના ફોન પર જાણવા મળશે.

હવે થઈ જાઓ ટેન્શન ફ્રી... મુસાફરી દરમિયાન ટોલ ટેક્સની માહિતી પણ જણાવશે ગૂગલ મેપ, જાણો કઈ રીતે
Google Map Feature
| Edited By: | Updated on: Jun 16, 2022 | 8:02 PM

Google Map Toll Rate Feature : જેમ જેમ ટેક્નોલોજીનો (Technology) વ્યાપ વધે છે તેમ તેમ દુનિયામાં સામાન્ય માણસોની સુવિધામાં વધારો થાય છે. એક સમયમાં વાયર વાળા ફોન વાપરનાર માણસ આજે વાયરલેશ સ્માર્ટ ફોન વાપરી રહ્યો છે. એક સમયે બળદગાડામાં સવારી કરનાર માણસ આજે કારમાં મુસાફરી કરી રહ્યો છે. દુનિયા રોજ બદલાઈ રહી છે, અપડેટ થઈ રહી છે. જે ટેકનોલોજીને જ આભારી છે. ગૂગલ મેપ (Google Map) જેની મદદથી આપણે પોતાની મુસાફરીનો રસ્તો જાણી શકીએ છીએ તે ગૂગલ મેપમાં એક નવુ ફીચર આવી રહ્યુ છે. આ ફીચરની મદદથી યુઝર્સને રસ્તામાં આવનાર ટોલ નાકાના ટોલ ટેક્સની કિંમત પોતાના ફોન પર જાણવા મળશે. ગૂગલ મેપનું આ ફીચર એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે લાવવામાં આવશે.

શરુઆતમાં આ ફીચર ભારત, અમેરિકા અને ઈન્ડોનેશિયાના યુઝર્સ માટે લાવવામાં આવશે. ચાલો વિસ્તારથી જાણીએ આ ફીચર વિશે. આ ફીચર માટે ગૂગલ મેપ હાલમાં સ્થાનિક સંસ્થાઓ અને અધિકારીઓ પાસેથી ટોલ ટેક્સની કિંમત અંગેની માહિતી એકઠી કરી રહી છે. તેની સાથે સાથે તે તમારી મુસાફરી દરમિયાન કુલ કેટલો ટોલ ટેક્સ આપવો પડશે તેની માહિતી પણ આપશે.

ટોલ ફ્રી રોડ ફીચર

ગૂગલ મેપ ઘણા સમયથી એવી સુવિધા પણ આપી રહી છે જેમાં તમે તમારી મુસાફરી દરમિયાન ટોલ ફ્રી રોડ શોધી શકો. આ ફીચરની મદદથી તમને જે રોડ જોવા મળશે તે રોડ પર તમને એક પણ ટોલ નાકુ જોવા મળશે નહીં. જોકે ઘણીવાર આની મુસાફરી લાંબી પણ થઈ શકે છે. જેના પર ગૂગલ મેપ કામ કરી રહ્યુ છે જેથી યુઝરને સારી સુવિધા મળી રહે.

iOS યુઝર્સ માટે નવા ફીચર્સ બહાર પાડવામાં આવશે

ગૂગલે એપ્રિલની શરૂઆતમાં આ ફીચરની જાહેરાત કરી હતી, ગૂગલ મેપ્સમાં iOS યુઝર્સ માટે કેટલીક વસ્તુઓ સુધારવાની જરૂર છે. એપલ વોચ માટે પણ એક નવું અપડેટ આવશે.

તમે Google Maps પર સ્પીડ ચેક કરી શકો છો

યુઝર્સ ગૂગલ મેપ્સમાં લાઈવ સ્પીડ પણ ચેક કરી શકે છે. આ માટે ફક્ત ડેસ્ટિનેશન દાખલ કરો અને સ્ટાર્ટના વિકલ્પ પર ક્લિક કરો, તે પછી સ્ક્રીન પર સ્પીડ દેખાવાનું શરૂ થશે. આવી સ્થિતિમાં યુઝર્સ પાછળની સીટ પર બેસીને પણ કારની સ્પીડ પર નજર રાખી શકે છે.