Google એ ભારત માટે લોન્ચ કર્યા નવા પ્રોગ્રામ, બાળકોને હવે કાર્ટૂનના માધ્યમથી સમજાવાશે ઇન્ટરનેટ સેફ્ટી વિશે

|

Aug 26, 2021 | 3:14 PM

આ પ્રોગ્રામને સેફ્ટી એક્સપર્ટે ડિઝાઇન અને ક્રાફ્ટ કર્યો છે. તેનાથી બાળકો, પરિવાર અને એજ્યુકેટર્સને ઓનલાઇન સેફ રહેવા વિશે જણાવવામાં આવશે.

Google એ ભારત માટે લોન્ચ કર્યા નવા પ્રોગ્રામ, બાળકોને હવે કાર્ટૂનના માધ્યમથી સમજાવાશે ઇન્ટરનેટ સેફ્ટી વિશે
Google launches new program for India

Follow us on

Google Technology: કોરોના મહામારી બાદ દેશમાં ઇન્ટરનેટનો વપરાશ વધી ગયો છે. વધુમાં વધુ લોકો ડિજીટલ તરફ વધી રહ્યા છે. ઓફિસની મીટિંગ હોય કે વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બધુ જ આજકાલ ઓનલાઇન થઇ ગયુ છે અને એ જ કારણ છે કે સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બાળકો અને તેમના પરિવારની સુરક્ષાને લઇને હવે Google એક મહત્વની જાહેરાત કરી છે. ગુગલ ભારતમાં ઓનલાઇન સેફ્ટી માટે નવા પ્રોગ્રામ્સની શરૂઆત કરવા જઇ રહ્યુ છે. આ વાતની જાહેરાત કંપની દ્વારા એક વર્ચ્યુઅલ મીટિંગમાં કરવામાં આવી.

ગુગલે નવા Google Safety Centre ને 8 ભારતીય ભાષામાં લોન્ચ કર્યુ છે. યૂઝર એજ્યુકેશન પ્રોગ્રામના મારફતે બાળકો અને પરિવારની સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં આવશે. આ સિવાય તેણે ગ્લોબલ Be Internet Awesome પ્રોગ્રામને પણ ભારતીય બાળકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે. ગુગલે આ કામ માટે ભારતીય કોમિક બુક પબ્લિશર Amar Chitra Katha સાથે પાર્ટનરશિપ પણ કરી છે. આ કોમિક બુકના કાર્ટૂન કેરેક્ટરના માધ્યમથી બાળકોને 8 ભાષાઓમાં ઇન્ટરનેટ સેફ્ટી વિશે સમજાવવામાં આવશે.

ગુગલ પોતાના આ પ્રોગ્રામ દરમિયાન બાળકોને મિસઇન્ફોર્મેશન, ફ્રોડ, ચાઇલ્ડ સેફ્ટી, થ્રેટ, ફિશિંગ એટેક અને મૈલવેયર વિશે જાગૃત કરશે. નવા સેફટી સેન્ટરને હિન્દી, મરાઠી, મલયાલમ, કન્નડ, તેલુગુ, બંગાળી, તમિલ અને ગુજરાતીમાં લોન્ચ કરવામાં આવશે. આના ઉપયોગથી યૂઝર્સને ડિજીટલ સેફ્ટી વિશે માહિતી આપવામાં આવશે. તેમાં ડેટા સિક્યોરીટી, પ્રાઇવસી કન્ટ્રોલ અને ઓનલાઇન પ્રોટેક્શન વિશે જણાવવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પ્રોગ્રામને સેફ્ટી એક્સપર્ટે ડિઝાઇન અને ક્રાફ્ટ કર્યો છે. તેનાથી બાળકો, પરિવાર અને એજ્યુકેટર્સને ઓનલાઇન સેફ રહેવા વિશે જણાવવામાં આવશે. Be Internet Awesome ટૂલથી વિઝ્યુઅલ, ઇન્ટરએક્ટિવ એક્સપીરિયંસ Interland આપવામાં આવ્યુ છે. આના માધ્યમથી બાળકો રમત રમતમાં ઓનલાઇન સેફ્ટીના ફંડામેન્ટલ્સ શિખશે.

કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી છે. કોઇ પણ કામ હોય હવે લોકો તેને ઓનલાઇન કરવાનો આગ્રહ રાખે છે તેવામાં ઓનલાઇન ગુનાઓ પણ વધી ગયા છે. ખાસ કરીને આવા ક્રિમીનલ્સ બાળકોને પોતાનો ભોગ બનાવે છે. કોરોનાના કારણે બાળકો હાલમાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે ગુગલનો આ પ્રોગ્રામ તેમની સુરક્ષામાં વધારો કરવા માટે મદદરૂપ બનશે.

આ પણ વાંચો –

Ahmedabad : રામોલ પોલીસ સ્ટેશનમાં મહેંકી માનવતાની મહેક !! થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસકર્મી અને 50 આરોપીઓએ કર્યું બ્લડ ડોનેટ

આ પણ વાંચો –

OMG: કરીના કપૂરના બોલિવૂડમાં છે ઘણા જાની દુશ્મન! આ 11 મોટા સ્ટાર્સ સાથે નથી બોલવાના પણ વ્યવહાર

આ પણ વાંચો –

Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ

Next Article