
NHAI એ વન વ્હીકલ વન FASTag પહેલ શરૂ કરી છે જેનો ઉપયોગ વાહનો માટે સમાન FASTagનો ઉપયોગ કરવા અને એક જ વાહન માટે બહુવિધ FASTag નો ઉપયોગ અટકાવવા માટે કરવામાં આવશે. NHAI એ સૂચના આપી છે કે જો FASTagની KYC પૂર્ણ નહીં થાય તો બેંકની માર્ગદર્શિકા અનુસાર તેને બ્લોક કરી દેવામાં આવશે. તમે તમારા FASTagની KYC સ્ટેટસ ચેક માટે વેબ પોર્ટલની મુલાકાત લઈ શકો છો.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરવામાં આવી છે. NHAIનો હેતુ અનેક વાહનો માટે એક FASTagનો ઉપયોગ રોકવાનો છે. એક જ વાહન માટે અનેક ફાસ્ટેગના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. NHAIની સૂચનાઓ અનુસાર, FASTags જેમની KYC પૂર્ણ કરવામાં આવી નથી. તે ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર 31 જાન્યુઆરી પછી બ્લોક કરવામાં આવશે.
જો તમારા FASTagની KYC પૂર્ણ નહીં થાય, તો તેને પ્રતિબંધિત અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જો તમે નથી જાણતા કે તમારા ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નથી, તો તમે તેને ઓનલાઈન ચેક કરી શકો છો.
આ પણ વાંચો: Rabbit R1એ સત્ય નડેલાને કર્યા પ્રભાવિત, કહ્યું- iPhone 7 પછી કંઈક નવું જોવા મળ્યું
Published On - 11:28 am, Wed, 24 January 24