
જો તમારા કોમ્પ્યુટરની સ્પીડ પણ ધીમી પડી રહી છે તો તેના માટે તમારું બ્રાઉઝર જવાબદાર હોઈ શકે છે. PC નો સતત ઉપયોગ થતો રહેવાથી તમારા બ્રાઉઝરમાં Cache, Cookies અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી વધી જાય છે. બ્રાઉઝરમાં આ ત્રણેય વસ્તુઓ વધી જવાથી તમારા કોમ્પ્યુટરની સ્પીડ ઘટી જાય છે. આ જ કારણ છે કે આ વસ્તુઓને વધતી અટકાવવા માટે દરરોજ બ્રાઉઝર સાફ કરવું જરૂરી છે. ચાલો પહેલા જાણીએ કે બ્રાઉઝરમાં સંગ્રહિત કેશ, કૂકીઝ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી શું છે.
આ પણ વાંચો: iPhone યુઝર્સ માટે સારા સમાચાર, WhatsAppમાં આવી ગયુ આ જબરદસ્ત ફીચર
બ્રાઉઝરમાં કોઈ નવી વેબસાઈટની મુલાકાત લેવામાં આવે છે, ત્યારે કેચ અને કૂકીઝ એ એવી ફાઈલો છે જેની મદદથી તમે સરળતાથી ફરી સાઇટની મુલાકાત લઈ શકો છો. પ્રથમ સર્ચ દરમિયાન, કેટલીક માહિતી સિસ્ટમમાં સાચવવામાં આવે છે, જેની મદદથી તમને વેબસાઈટની મુલાકાત લેવામાં વધુ મુશ્કેલી પડતી નથી.
જો કે, માહિતી સાચવ્યા પછી જ સ્ટોરેજની સમસ્યા આવે છે. એ જ રીતે, બ્રાઉઝર હિસ્ટ્રી એ વેબસાઇટ્સની સૂચિ છે જે વપરાશકર્તા દ્વારા મુલાકાત લેવામાં આવી છે. સમય જતાં, જેટલી વધુ વેબસાઇટ્સની મુલાકાત લેવામાં આવે છે, તેટલી હિસ્ટ્રી વધે છે.