ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વધી જશે ફોલોઅર્સ, આ વેબસાઈટ પરથી ફ્રીમાં વિડિયો ડાઉનલોડ કરો

સૌથી અગત્યની વાત છે તમારા ફોલોઅર્સ, જો એ જ નહી હોય તો કઈ મતલબ નહી રહે. સોશ્યલ મિડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર સ્થિતિ કઈક એવી જ છે કે લોકોના મગજમાં રાતોરાત સ્ટાર બની જવાના સપના છે, કોઈને લાકો રૂપિયા કમાઈ લેવા છે પણ સચ્ચાઈ એ છે કે પ્રોપર ફોલોઅર્સ વગર તમે કઈ નહી કરી શકો. આજે અમે તમને જે ઇન્સ્ટાગ્રામ ટ્રીક અંગે માહિતગાર કરવા જઈ રહ્યા છે તેના આધારે તમે સરળતાથી તમારા ફોલોઅર્સ વધારી શકશો.

ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વધી જશે ફોલોઅર્સ, આ વેબસાઈટ પરથી ફ્રીમાં વિડિયો ડાઉનલોડ કરો
Followers will increase fast on Instagram (Represental Image)
| Edited By: | Updated on: Nov 01, 2023 | 10:00 AM

સોશ્યલ મિડિયા પર ચાલી રેહલા ટ્રેન્ડ વચ્ચે બધા એમ વિચારે છે કે તેમની રીલ્સ કે વિડિયોને બધા કરતા વધારે લાઈક મળે અથવા તો વાયરલ થઈ જાય કે જેને લઈ તેમને આર્થિક મદદ પણ મળી રહી. આ બધા વચ્ચે એક સ્ટેપ એમ પણ વિચારે છે કે વિડિયો ક્રિએટ કરીને અપલોડના માધ્યમથી પૈસા કમાવી શકાય છે.

જો કે આ બધા વચ્ચે સૌથી અગત્યની વાત છે તમારા ફોલોઅર્સ, જો એ જ નહી હોય તો કઈ મતલબ નહી રહે. સોશ્યલ મિડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર સ્થિતિ કઈક એવી જ છે કે લોકોના મગજમાં રાતોરાત સ્ટાર બની જવાના સપના છે, કોઈને લાકો રૂપિયા કમાઈ લેવા છે પણ સચ્ચાઈ એ છે કે પ્રોપર ફોલોઅર્સ વગર તમે કઈ નહી કરી શકો.

આજે અમે તમને જે ઇન્સ્ટાગ્રામ ટ્રીક અંગે માહિતગાર કરવા જઈ રહ્યા છે તેના આધારે તમે સરળતાથી તમારા ફોલોઅર્સ વધારી શકશો. એકવાર ફોલોઅર્સ વધી ગયા બાદ તમે પેઇડ પાર્ટનરશિપ જેવા પ્રોજેક્ટના માધ્યમથી સારી કમાણી કરી શકો છો.

સોશ્યલ મિડિયાની સાઈટ્સની માયાજાળ એવી છે કે જેને સમજવી મુશ્કેલ થઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર તો અમુક એકાઉન્ટ એવા છે કે ગણતરીના વિડિયો અપલોડ કરીને મિલિયન્સમાં તેમના ફોલોઅર્સ હોય છે. જો આવો જાણીએ કે એવું તો કયુ કન્ટેન્ટ તેમણે પોસ્ટ કર્યું કે જેને લઈ તેમના ફોલોઅર્સ મિલિયન્સમાં પોહચી ગયા છે.

આ સ્ટેપને ફોલો કરો

ઈન્સ્ટાગ્રામ પર નવું પેજ બનાવવુ જરૂરી છે અને પછી ગુગલના માધ્યમથી Pixabay સર્ચ કરો. હવે અહીં તમને ફ્રી ઈમેજીસ અને વિડીયો મળશે, Choose Media Type પર જાઓ અને Video પર ટેપ કરો.

વિડિયો પર ગયા બાદ પસંદગી અને ફિલ્ટર પર ટેપ કરીને ઓરિએન્ટેશન પર જાઓ, વર્ટિકલ વિકલ્પ પસંદ કરો અને લાગુ કરો પર ક્લિક કરવાની રહેશે

Apply પર ક્લિક કર્યા પછી, તમે જોશો કે તમને વર્ટિકલ ઓપ્શનમાં વિડિયો મળવાનું શરૂ થશે. તમને જે વિડિયો સેટ થાય છે તે વિડિયો ડાઉન લોડ કરો અને પછી તેમા સારી ઓડિયો ક્લિપ એડ કરીને વિડિયો સેવ કરી લો બાદ માં તેને પોસ્ટ કરી દો

જ્યાં સુધી ઈન્સ્ટાગ્રામ પર તમારા ફોલોઅર્સ ના વધે ત્યાં સુધી આવા વિડિયો પોસ્ટ કરતા રહેવું જોઈએ. ફોલોઅર્સ વધી ગયા બાદ સ્પોન્સરશિપ અથવા તો બ્રાંડ પ્રમોશનથી પણ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.