જાણો, 18 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો માટે શું છે ગુગલના નવા નિયમ

|

Aug 14, 2021 | 9:24 PM

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તમામ પ્રકારની જાહેરાતો જોવા પર ગૂગલ તરફથી પ્રતિબંધ રહેશે. મતલબ જાહેરાત જુદી જુદી ઉંમરના લોકો માટે વર્ગીકૃત કરવામાં આવશે.

જાણો, 18 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો માટે શું છે ગુગલના નવા નિયમ
જાણો, ગુગલના નવા નિયમો

Follow us on

દિન-પ્રતિદિન સાઈબર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૂગલે (Google) બાળકો માટે નવા નિયમોની પોલિસી જાહેર કરી છે. ઓનલાઈન સલામતીને પ્રોત્સાહન આપવા માટે ગૂગલે(Google) તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આવી પરીસ્થિતિમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ગૂગલ સર્ચ અને યુટ્યુબનો ઉપયોગ કરવાના નિયમો કડક બની ગયા છે.

 

બાળકોના ગૂગલ(Google) અને યુટ્યુબ(You Tube)ના ઉપયોગ પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે. મતલબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ગૂગલ અને યુટ્યુબની તમામ સુવિધાઓનો આનંદ માણી શકશે નહીં. આ સાથે બાળકોની ઈન્ટરનેટ સુરક્ષા માટે કેટલીક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તમામ પ્રકારની જાહેરાતો જોવા પર ગૂગલ તરફથી પ્રતિબંધ રહેશે. મતલબ જાહેરાત જુદી જુદી ઉંમરના લોકો માટે વર્ગીકૃત કરવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પ્રમાણભૂત ગૂગલ એકાઉન્ટ બનાવી શકશે નહીં. પરંતુ તેમને મર્યાદિત સુવિધાઓ સાથે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

 

ગૂગલ ધીમે ધીમે તેનું ડિફોલ્ટ અપલોડ સેટિંગ પણ બદલશે. 13થી 17 વર્ષની વયના બાળકો યુ ટ્યુબ ડીફોલ્ટ અપલોડનો ઉપયોગ કરી શકશે નહીં. ઉપરાંત, સર્ચને ફિલ્ટર કરવાની સુવિધા પણ હશે. મતલબ કે તમે પસંદ કરેલ વિષય તમારા ગૂગલ સર્ચ લિસ્ટમાં દેખાશે. ગૂગલ ટૂંક સમયમાં બાળકો માટે એક નવું ફીચર લાવશે, જે સેફ સર્ચ તરીકે ઓળખાશે. જેમાં બાળકોનું ગૂગલ એકાઉન્ટ પરિવાર સાથે જોડવામાં આવશે. જેમાં 18 વર્ષના બાળકો સાઈન ઈન કરી શકે છે.

 

આ રીતે બાળકો ઓનલાઈન શું સર્ચ કરી રહ્યા છે, તેની પરિવારના સભ્યોને પણ જાણ થશે. ગૂગલ દ્વારા ગૂગલ પ્લે સ્ટોર પર નવો સેફ્ટી સેક્શન શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા માતા -પિતા પોતાનું બાળક કઈ એપ ડાઉનલોડ કરી રહ્યું છે, તેનો ટ્રેક રાખી શકશે. આવી પરીસ્થિતિમાં માતાપિતા નક્કી કરી શકશે કે તેમના બાળક માટે કઈ એપ સલામત છે. ઉપરાંત, બાળકે કેટલા ડેટાનો ઉપયોગ કર્યો છે તે પણ જાણી શકાશે.

 

ગૂગલના (Google) કિડ્સ એન્ડ ફેમિલી વિભાગના મેનેજર મિન્ડી બ્રૂક્સે(Mindy Brooks) જણાવ્યું હતું કે અમારી પ્રોડક્ટસને કાર્યક્ષમ અને સુવિધા સભર બનાવવામાં ડેટા મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી બાળકો  માટે કયો ડેટા સુરક્ષિત છે અને તેનો ઉપયોગ કેવી રીતે થયો છે તે સમજાવવામાં મદદ કરવાનું અમારું કામ છે.

 

 

આ પણ વાંચો : Coronavirus: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરલ અને આસામની મુલાકાત લેશે

Next Article