Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા

|

May 21, 2021 | 4:46 PM

ફેસબુકે જાહેર કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020ના બીજા છ મહિનામાં ભારત સરકારે 40300 વખત યુઝર્સના ડેટા માંગ્યા છે. જે વિશ્વમાં બીજા ક્રમે છે.

Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા
Facebook

Follow us on

ફેસબુક અને ફેસબુકના ડેટાને લઈને ખુબ વિવાદો ચાલતા રહે છે. પરંતુ તાજેતરમાં ફેસબુકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિશ્વના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકએ દાવો કર્યો છે કે ભારત સરકારે તેની પાસેથી 40,300 વાર યુઝર્સના ડેટા માંગ્યા છે. 40,300 વખત ડેટા વર્ષ 2020 ના બીજા છ માસમાં આપવા માટે કંપનીને કહેવામાં આવ્યું હતું.

કંપનીની એથિક્સ કમિટીના આ અહેવાલ મુજબ સૌથી વધુ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ડેટા આપવાની વિનંતી કરવામાં આવી છે. જેમાં US એ 61,262 વખત ડેટા માંગ્યા છે. જ્યારે બીજા ક્રમે ભારત છે, જેણે માત્ર છ મહિનામાં 40,300 વખત ડેટા માંગ્યા છે.

878 વાર પ્રતિબંધ મુકાયો પ્રતિબંધ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અહેવાલ મુજબ ભારત સરકારે વર્ષ 2020 પહેલા છ મહિનામાં 35,560 ડેટા માંગવામાં આવ્યા હતા. જે વિનંતી બીજા છ માસમાં 13.3% વધી ગઈ હતી છે. તેના પારદર્શિતા અહેવાલમાં ફેસબુકે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારતમાં સરકારના કહેવા પર ભારતમાં ઓનલાઇન સામગ્રી પર 878 વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમાંથી 10 પર પ્રતિબંધ હંગામી હતો. કોર્ટના આદેશ હેઠળ 54 પર પ્રતિબંધ મુકાયો હતો.

આમાં ફેસબુકે જણાવ્યું કે સરકારે માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 69 એનું ઉલ્લંઘન બતાવીને આ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. સરકારના મતે આ પ્રકારની સામગ્રી દેશની સુરક્ષા અને લોકશાહીની વિરુદ્ધ છે.

તમને જણાવી દઈએ કે સરકારે કાયદાકીય પ્રક્રિયા હેઠળ 37,865. વખત વપરાશકર્તાના ડેટાની માંગ કરી. તેમજ કટોકટી આવશ્યકતા હેઠળ તે 2,435 વખત ડેટા માંગવામાં આવ્યા હતા. 2020 ના બીજા ભાગના છ મહિનામાં વપરાશકર્તા ડેટા વિશ્વભરમાં 1,91,013 વખત માંગવામાં આવ્યા. જે પહેલા ભાગના છ મહિના કરતા લગભગ 10% વધારે છે.

ગયા વર્ષે 62,754 એકાઉન્ટની માહિતી માંગી

ફેસબુકે કહ્યું કે, ભારત સરકારે વર્ષ 2020 માં 62,754 ફેસબુક યુઝર્સ વિશેની માહિતી પણ માંગી હતી. તેમણે સરકારને આશરે 52% એકાઉન્ટનો કોઈના કોઈ ડેટા સરકારને આપ્યો હતો. ફેસબુક અનુસાર તે દેશના કાયદા અને કંપનીની સેવાની શરતોને આધિન છે. સરકાર દ્વારા કરવામાં આવતી દરેક માંગનું કાળજીપૂર્વક કાયદાકીય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈ માન્ય કારણ ન હોય, ત્યારે માંગને નકારી છે.

Next Article