જો તમે FACEBOOK પર કર્યું આ કામ તો થઈ જશે તમારું એકાઉન્ટ બંધ, જાણો નવી પોલીસી વિશે

ફેસબુકએ એક  મહત્વનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે જો કોઈ પણ હિંસા માટે લાઇવ સ્ટ્રીમિંગનો ઉપયોગ કરશે તો તે યુઝરના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે જો કોઈની પાસે તેમના ફેસબુક એકાઉન્ટથી હિંસા દેખાતી હોય તેવુ લાઇવ સ્ટ્રીમિંગ વીડિયો પકડાશે તો પછી તેઓ આ સુવિધાનો વધુ ઉપયોગ કરી શકશે નહીં. […]

જો તમે FACEBOOK પર કર્યું આ કામ તો થઈ જશે તમારું એકાઉન્ટ બંધ, જાણો નવી પોલીસી વિશે
તસવીર પ્રતિકાત્મક છે.
| Edited By: | Updated on: May 15, 2019 | 3:23 PM

ફેસબુકએ એક  મહત્વનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે જો કોઈ પણ હિંસા માટે લાઇવ સ્ટ્રીમિંગનો ઉપયોગ કરશે તો તે યુઝરના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે જો કોઈની પાસે તેમના ફેસબુક એકાઉન્ટથી હિંસા દેખાતી હોય તેવુ લાઇવ સ્ટ્રીમિંગ વીડિયો પકડાશે તો પછી તેઓ આ સુવિધાનો વધુ ઉપયોગ કરી શકશે નહીં.

Facebook દ્વારા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં હિંસાના લાઇવ સ્ટ્રીમિંગ પછી આ મોટુ પગલું લેવામાં આવ્યું છે. કંપનીના વી.પી. ગાય રોસેને જણાવ્યું હતું કે જે લોકોએ નિયમો ભંગ કર્યા છે તેઓ ફેસબુકની લાઇવ સ્ટ્રીમિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. ગાય રોસેને કહ્યું કે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ પર આતંકી હુમલો ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ સાથે કરવામાં આવ્યો હતો અને તે પછી આ પગલું લેવામાં આવ્યું છે.

 

TV9 Gujarati

 

 

આ પણ વાંચો: ચૂંટણી પંચની આકરી કાર્યવાહી, પશ્ચિમ બંગાળમાં પ્રચારનો એક દિવસ ઘટાડી દીધો

ઘણા યુઝર્સે આ વીડિયો શેર પણ કર્યો હતો. આથી કંપની હવે ફેસબુક પર નફરત રોકવા માટે વન સ્ટ્રાઈક પોલિસી શરૂ કરી રહી છે. આ પોલિસીના અમલીકરણ પછી જો યુઝર્સ શરતોનું ઉલ્લંઘન કરશે તો તેના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાશે અથવા તેના ઘણી ફીચર્સ બંધ થઈ જશે. વન સ્ટ્રાઈક પોલીસી હોવાથી કોઈ જ વધારાનો વિકલ્પ મળશે નહીં અને એક વખત નિયમના ઉલ્લંઘન બાદ ફેસબુક કાર્યવાહી કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us