Facebook Birthday: 17 વર્ષનું થયું ફેસબુક, જાણો આટલા વર્ષોમાં તમારી માટે શું બદલાયું

|

Feb 04, 2021 | 6:50 PM

સોશિયલ મીડિયા જાયન્ટ Facebook એક અંધારા રૂમમાંથી 4 ફેબ્રુઆરી 2004ના રોજ પ્રથમ વાર ઓનલાઈન થયું હતું.

Facebook Birthday: 17 વર્ષનું થયું ફેસબુક, જાણો આટલા વર્ષોમાં તમારી માટે શું બદલાયું

Follow us on

સોશિયલ મીડિયા જાયન્ટ Facebook એક અંધારા રૂમમાંથી 4 ફેબ્રુઆરી 2004ના રોજ પ્રથમ વાર ઓનલાઈન થયું હતું. આ એવો સમય હતો જ્યારે નેટવર્કિંગ સાઈટસને લોકો એટલું  ન હતા જાણતા તેમજ તે સમયે ઈન્ટરનેટ પણ લોકોની પહોંચથી ખૂબ દૂર હતું . વેબસાઈટે  માત્ર થોડા સમયમાં જ પોતાને સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી લીધી હતી. એક વર્ષમાં કંપનીએ 10 લાખ યુઝર્સેને જોડી લીધા હતા.

 

લોન્ચ થવાના અનેક મહિનાઓ પૂર્વે 19 વર્ષની ઉંમરે માર્ક ઝૂકરબર્ગે એક વેબસાઈટ બનાવી હતી. જેનું નામ Facemash હતું. આ તમામ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેટા બેસને હેક કરવા માટે બનાવ્યો હતો. વર્ષ 2003માં હાર્વડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે Facemashની સફળતા બાદ માર્ક ઝૂકરબર્ગને  www.thefacebook.com URL રજીસ્ટર કરવા માટે પ્રેરિત કર્યા. વેબસાઈટને  આગામી મહિને ‘ ધ ફેસબુક’ના સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમજ તે ઝડપથી યુનિવર્સિટી કેમ્પસમાં લોકપ્રિય થવા લાગી. ફેસબુકને આજે 17 વર્ષ થયા છે. આવો જાણીએ તેમાં શું બદલાવ આવ્યા છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

પોતાના શરૂઆતી વર્ષોમાં Facebookમાં અનેક બુનિયાદો વિશેષતાઓનો અભાવ હતો. જેને અમે સોશિયલ મીડિયાની સાથે ઓળખીયે છે. જેમાં ટેગિંગ વિકલ્પ, ન્યૂઝ ફીડ, ઈમેલ દ્વારા ખાતું બનાવવું, ફેસબુક પેજ અને બીજું અનેક, ફોટો શેરિંગ અને ટેગિંગ ફીચર 2005ના અંતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ન્યૂઝ ફીડને એક વર્ષ બાદ લોન્ચ કરવામાં આવી હતી.

 

તેના આગામી વર્ષે Facebook પેજ અને ફેસબુક જાહેરાત આવ્યા. જ્યારે તેની લોકપ્રિયતા દુનિયામાં વધવા લાગી છે. કંપનીએ પોતાના યુઝર્સની સંખ્યા 2016માં ત્રણ મહિના અંતર્ગત 12 મિલિયન સુધી બમણા કરી દીધા. જેની બાદ યુઝર્સ પોતાના ઈમેલ આઈડીના ઉપયોગથી એક ખાતું બનાવવાની મંજૂરી આપી હતી. લાઈક બટનને યુઝર્સ વચ્ચે ખૂબ પ્રસિદ્ધ છે. જેને તેમણે 2009માં રજૂ કર્યું હતું.

 

વર્ષ 2012માં જોડયા 100 કરોડ યુઝર્સ, ભારતમાં સૌથી વધારે યુઝર્સ

ઓકટોબર 2012માં કંપનીએ દુનિયામાં 1 બિલિયન યુઝર્સને રજીસ્ટર કર્યા. એક વર્ષ બાદ તેમણે ઈમેજિંગ શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અધિગ્રહણ કર્યું હતું. તેની બાદ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપને ખરીદી. વર્ષ 2014માં વેબસાઈટને સેફટી ચેકમાંથી પસાર થવું પડ્યું. દુનિયાભરમાં ફેસબુકના 250 કરોડથી વધારે યુઝર્સ છે. આ આંકડા મુજબ દર ત્રણમાંથી એક વ્યકિત ફેસબુક પર છે. સૌથી વધારે ફેસબુક યુઝર્સ ભારતમાં છે. તમને જણાવી દઈએ ફેસબુક પર દર મિનિટે 10 લાખ લોકો લોગઈન કરે છે.

 

આ પણ વાંચો: આ તારીખે રિલીઝ થશે અક્ષય- કેટરિનાની ફિલ્મ ‘સૂર્યવંશી’, શું દર્શકો OTT પર પણ જોઈ શકશે?

Next Article