સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે (Facebook) પોતાની કંપનીનું નામ બદલીને ‘મેટા'(Meta) કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે ફેસબુક નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાનું વિચારી રહ્યું છે.
ફેસબુક “મેટાવર્સ” બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે મૂળભૂત રીતે એક ઓનલાઈન દુનિયા છે જ્યાં લોકો વર્ચ્યુઅલ એન્વાયમેન્ટમાં ટ્રાન્સફર કરવા અને વાતચીત કરવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરી શકે છે. આ પરિપૂર્ણ કરવા માટે કંપનીએ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં પણ રોકાણ કર્યું છે.
ફેસબુક દ્વારા 15 સેકન્ડનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ફેસબુકનું નામ બદલીને હવે મેટા કરી દેવામાં આવ્યું છે. આ વીડિયોમાં મેટાનો લોગો પણ બહાર પાડવામાં આવ્યો છે. મેટાનો લોગો વર્ટિકલ આઈ (8) ની રેખાઓ પર વાદળી રંગમાં બહાર પાડવામાં આવ્યો છે.
Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD
— Meta (@Meta) October 28, 2021
ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે કંપની માત્ર સોશિયલ મીડિયા કંપનીમાંથી “મેટાવર્સ કંપની” બનશે અને “એમ્બેડેડ ઈન્ટરનેટ” પર કામ કરશે. જે પહેલા વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાને જોડશે.
ફેસબુકના ભૂતપૂર્વ સિવિક ઈન્ટિગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તીએ કંપનીને ‘મેટા’ નામ સૂચવ્યું હતું. આ પહેલા ફેસબુકે 2005માં આવું જ કંઈક કર્યું હતું, જ્યારે તેણે તેનું નામ TheFacebook થી બદલીને Facebook કર્યું હતું. વિશ્વભરમાં 3 અબજથી વધુ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. તે જ સમયે ભારતમાં ફેસબુકનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 41 કરોડ છે.
‘મેટાવર્સ’ કોન્સેપ્ટ ફેસબુક અને અન્ય મોટી કંપનીઓ માટે પ્રોત્સાહક છે કારણ કે તે નવા બજારો, નવા પ્રકારના સોશિયલ નેટવર્ક્સ, નવા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને નવી પેટન્ટ માટે તકો ઊભી કરે છે.
ફેસબુકે આ નામ ત્યારે બદલ્યું છે જ્યારે કંપની પર ઘણા દેશોમાં ઓનલાઈન સેફ્ટી અને ભડકાઉ કન્ટેન્ટ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભારત સરકારે પણ ફેસબુકને પત્ર લખીને સોશિયલ મીડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા એલ્ગોરિધમ્સ અને પ્રક્રિયાઓની વિગતો માંગી છે.
આ પણ વાંચો : Paytm IPO: નાના શહેરનો છોકરો, જેણે અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી અને હવે લાવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO
આ પણ વાંચો : Aryan Khan Case: દર શુક્રવારે NCBની સામે હાજર થવું પડશે, પાસપોર્ટ જમા કરવો પડશે, આ શરતો પર આર્યન ખાનને મળશે જામીન