E- Waste : મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સને કઇ રીતે રિસાયકલ કરવામાં આવે છે ?

Ajo Cleantechના રિપોર્ટ અનુસાર સરેરાશ 2 વર્ષ સુધી મોબાઈલનો (Mobile) ઉપયોગ થાય છે. આ પછી, જ્યારે તે ખરાબ થઈ જાય છે, ત્યારે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે અથવા તેને ફેંકી દે છે.

E- Waste : મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સને કઇ રીતે રિસાયકલ કરવામાં આવે છે ?
E Waste Recycling (File Photo)
| Edited By: | Updated on: Apr 07, 2022 | 10:15 PM

આજે સમગ્ર વિશ્વમાં ઈ-વેસ્ટ (E-Waste) એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કચરાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ઈ-વેસ્ટનો અર્થ એવો થાય છે કે આવા ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનને જ્યારે નુકસાન થાય અથવા યોગ્ય રીતે કામ ન કરે ત્યારે ફેંકી દેવામાં આવે. આ અંગે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આનાથી પર્યાવરણ (Environment) માટે નવું સંકટ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે, ઘણી NGO, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઈ-વેસ્ટને રિસાયકલ કરવા માટે પગલાં લઈ રહી છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને કેવી રીતે રિસાયકલ (Recycle) કરવામાં આવે છે.

રી -સાયકલિંગ એટલે શું ? 

આજે વિશ્વમાં એવી ઘણી સંસ્થાઓ છે જે ઇ વેસ્ટને તેને ફેંકી દેવાને બદલે લોકોને રિસાયકલ કરવામાં મદદ કરે છે. રિસાયક્લિંગનો અર્થ છે જૂના પદાર્થો, સામાનમાઠી નકામો કચરો દૂર કરીને તેમાંથી અન્ય ઉત્પાદનો બનાવવા.

તો ચાલો સમજીએ કે, ગેજેટ્સનું રિસાયકલ કેવી રીતે થાય છે. કોઈપણ ગેજેટના વિવિધ ભાગોનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. આને મોબાઈલના ઉદાહરણ તરીકે સમજી શકાય છે. જ્યારે પણ મોબાઈલને રિસાઈકલ કરવામાં આવે છે ત્યારે તેના બે ભાગ હોય છે. પહેલી બેટરી અને બીજી મોબાઈલ. મોબાઈલને નાના ટુકડા કરી 1100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ગરમ કરવામાં આવે છે. તેને પાવડરમાં રૂપાંતરિત કર્યા પછી, તે રસાયણો દ્વારા સાફ કરવામાં આવે છે. આ પછી તેનો ઉપયોગ અન્ય મોલ્ડેબલ વસ્તુઓ બનાવવા માટે થાય છે.

હવે આગળ જોઈએ કે, બેટરીનું શું થાય છે. તાંબુ, કેડમિયમ અને નિકલ જેવી ધાતુઓને બેટરીથી અલગ કરવામાં આવે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે રિસાયક્લિંગ માટે આપવામાં આવેલા 80 ટકા ગેજેટ્સને રિયુઝેબલ બનાવી શકાય છે. આ ગેજેટ્સ કેટલાક ઓછી આવક ધરાવતા દેશોના નીચલા વર્ગના લોકોને સમારકામ કરાવ્યા પછી આપવામાં આવે છે. ઘણી કંપનીઓ અને એનજીઓ સાથે મળીને આ કામ કરે છે.

જૂના ગેજેટ્સને ફેંકી દેવા અથવા કાઢી નાખવાને બદલે તેનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, આવી ઘણી એપ્સ છે જે આવા ગેજેટ્સ ખરીદે છે. તમે તેમને વેચી શકો છો. તમે તેને રિપેર કરાવીને કોઈને દાન કરી શકો છો. આ સિવાય મોબાઈલ કેમેરાનો વેબકેમ કે સિક્યુરિટી કેમેરા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

 

આ પણ વાંચો – Koo તેના પ્લેટફોર્મ પર સેલ્ફ વેરિફિકેશન સુવિધા શરૂ કરે છે, જાણો તમામ માહિતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:21 am, Thu, 7 April 22