નવા EMV ચિપ ધરાવતા ATM કાર્ડથી ભૂલીને પણ ન કરો આ કામ, કાર્ડ થઈ શકે ડૅમેજ અને ફસાઈ જશે ટ્રાંઝૅક્શન

|

Jan 25, 2019 | 2:44 PM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશ બાદ સરકારી અને ખાનગી બેંકોએ સુરક્ષાના ધોરણોને લાગુ કરવા માટે EMV ચિપ ધરાવતા ડેબિટ કાર્ડ જાહેર કર્યા છે.  અત્યાર સુધી ગ્રાહકો પાસે ઈએમવી ચિપની સાથે મેગ્નેટીક સ્ટ્રિપ ડેબિટ કાર્ડ પણ હતાં. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશ બાદ મોટાભાગના ગ્રાહકોને નવા એટીએમ કાર્ડ ઈશ્યું કરી દેવાયા છે. Web Stories View […]

નવા EMV ચિપ ધરાવતા ATM કાર્ડથી ભૂલીને પણ ન કરો આ કામ, કાર્ડ થઈ શકે ડૅમેજ અને ફસાઈ જશે ટ્રાંઝૅક્શન

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશ બાદ સરકારી અને ખાનગી બેંકોએ સુરક્ષાના ધોરણોને લાગુ કરવા માટે EMV ચિપ ધરાવતા ડેબિટ કાર્ડ જાહેર કર્યા છે. 

અત્યાર સુધી ગ્રાહકો પાસે ઈએમવી ચિપની સાથે મેગ્નેટીક સ્ટ્રિપ ડેબિટ કાર્ડ પણ હતાં. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશ બાદ મોટાભાગના ગ્રાહકોને નવા એટીએમ કાર્ડ ઈશ્યું કરી દેવાયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ATMમાં નવા કાર્ડને અનુરુપ બદલાવ કરવાથી કાર્ડધારકોને એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ATMમાં કરવામાં આવેલાં નવા ટેક્નીકલ પરિવર્તનના કારણે મોટીસંખ્યામાં કાર્ડ ખરાબ થઈ જવાની ખબર મળી રહી છે.

નવી મશીનમાં જ્યારે નાણાંકીય વ્યવહાર માટે એટીએમ કાર્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે કાર્ડ લોક થઈ જાય છે અને ખેંચવાથી આ કાર્ડ તરત બહાર આવતું નથી. લોકો પોતાની જુની આદતો અનુસાર આ ઈએમવી ચિપ કાર્ડને પણ જુના કાર્ડની જેમ જ વાપરે છે અને જોરથી એકવાર મશીનમાં નાંખીને તરત જ જોરથી પાછું ખેંચી લે છે. આ પ્રકારે કાર્ડ વાપરવાથી કાર્ડ ડેમેજ થઈ જાય છે અને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર સફળ થતો નથી. આ પ્રકારે જલદી કાર્ડ પરત ખેંચી લેવાથી એટીએમ પણ કાર્ડને વાંચી શકતું નથી.

જુના એટીએમ કાર્ડમાં પણ સમસ્યાઓ


મશીનમાં નવા કરાયેલા સુધારા મુજબ તમારું કાર્ડ ત્યાં સુધી લોક રહે છે જ્યાં સુધી લેવડદેવડની પ્રક્રિયા પુરી ન થઈ જાય. જો કે એટીએમની સ્ક્રીન પર એવો મેસેજ ડિસ્પ્લે કરવામાં આવે છે કે કાર્ડને તરત જ પાછું ખેંચી લેવામાં ન આવે. થાય છે એવું કે મોટાભાગના ગ્રાહકો આ મેસેજને વાચતા નથી અને તેના લીધે સમસ્યા ઉત્પન્ન થાય છે.

નવું ઈએમવી ચિપ કાર્ડ એ જુનાં મેગ્નેટીક સ્ટ્રિપ કાર્ડ કરતા વધુ સુરક્ષિત છે. આ ચિપમાં ખાતાની તમામ જાણકારી સુરક્ષિત રહે છે જેના દ્વારા માહિતી ચોરાઈ જવાનો ભય રહેતો નથી. ઈએમવી ચિપ કાર્ડના ઉપયોગ સમયે તેને વાપરનાર વ્યક્તિની ખરાઈ માટે એક યુનિક ટ્રાંજેક્શન કોર્ડ જનરેટ થાય છે અને તેની ખરાઈ થયાં બાદ જ ટ્રાંજેક્શન ક્લિયર થાય છે.

[yop_poll id=812]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article