Disney+ Hotstarની સર્વિસ થઈ ઠપ્પ! યુઝર્સે ટ્વીટ કરી જણાવી પોતાની સમસ્યા, જુઓ Video

યુઝર્સ ફરિયાદ કરી હતી કે મેચની વચ્ચે પ્લેટફોર્મ અચાનક જ ડાઉન થઈ ગયું હતુ. ડાઉન ડિટેક્ટર પર પણ મોટી સંખ્યામાં લોકો આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. જો યુઝર્સની વાત માનીએ તો તેઓ કોઈપણ પ્લેટફોર્મ, મોબાઈલ, લેપટોપ કે ટીવી પર Disney+ Hotstar એક્સેસ કરી શકતા ન હતા.

Disney+ Hotstarની સર્વિસ થઈ ઠપ્પ! યુઝર્સે ટ્વીટ કરી જણાવી પોતાની સમસ્યા, જુઓ Video
Disney plus hotstar Down
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 17, 2023 | 8:07 PM

ઘણા વપરાશકર્તાઓ OTT પ્લેટફોર્મ Disney + Hotstar ઍક્સેસ કરવામાં અસમર્થ છે. મોટી સંખ્યામાં યુઝર્સ આ પ્લેટફોર્મ ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ખરેખર, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેનું OTT ટેલિકાસ્ટ Disney+ Hotstar પર થઈ રહ્યું હતુ. યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે મેચની વચ્ચે પ્લેટફોર્મ અચાનક જ ડાઉન થઈ ગયું હતું. ડાઉન ડિટેક્ટર પર પણ મોટી સંખ્યામાં લોકો આ અંગે ફરિયાદ કરી હતી. જો યુઝર્સની વાત માનીએ તો તેઓ કોઈપણ પ્લેટફોર્મ, મોબાઈલ, લેપટોપ કે ટીવી પર Disney+ Hotstar એક્સેસ કરી શકતા ન હતા.

આ પણ વાંચો: આતંકવાદ પર મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારે ‘જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ’ પર મૂક્યો પ્રતિબંધ

વેબસાઇટ કે એપ ખુલતી ન હતી

છેલ્લા થોડા કલાકથી તેની સેવા બંધ હતી. કંપનીએ આ સર્વિસ ડાઉન અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. માત્ર OTT પ્લેટફોર્મ જ નહીં પરંતુ કંપનીની વેબસાઇટ hotstar.com પણ ઍક્સેસિબલ ન હતુ. આ સમસ્યા ભારતના મોટા શહેરોના વપરાશકર્તાઓને થઈ રહી હતી. ડાઉનડિટેક્ટર અનુસાર, અસરગ્રસ્ત મોટાભાગના વપરાશકર્તાઓ દિલ્હી, લખનૌ, નાગપુર, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુના છે. એટલે કે તમામ મોટા શહેરોમાં યુઝર્સને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી હતી.

યુઝર્સએ ટ્વિટર પર ફરિયાદ કરી

ટ્વિટર પર પણ, વપરાશકર્તાઓ ડિઝની+ હોટસ્ટાર સેવા બંધ હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. યુઝર્સ સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે. ત્યારે કેટલાક યુઝર્સે ટીવીનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુઝર્સ સર્વિસ એક્સેસ કરી શકતા નથી. ડિઝની પ્લસ હોટસ્ટાર OTT વિભાગમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેનું એક કારણ ક્રિકેટ મેચો છે. આઈપીએલથી લઈને બીજી ઘણી મોટી મેચો આ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવી રહી હતી, જેના કારણે તે ખૂબ જ લોકપ્રિય છે.

Jio હવે ઍક્સેસ આપતું નથી

જો કે, તમે તેના પર IPLની નવી સિઝન જોવા નહીં મળે. IPLની આગામી સિઝનના અધિકાર જિયો સિનેમા પાસે છે. જ્યાં પહેલા ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ઘણા રિચાર્જ પ્લાન સાથે ઉપલબ્ધ હતું, હવે એવું નથી. તમને એરટેલના કેટલાક પ્લાન્સ સાથે ચોક્કસપણે તેની ઍક્સેસ મળે છે, પરંતુ Jioએ તેના તમામ પ્લાનમાંથી તેનું સબસ્ક્રિપ્શન હટાવી દીધું છે.