Whatsapp ના જૂના વર્ઝનમાં મોટી ખામી, સાયબર એજેન્સીએ સિક્યોરિટી વોર્નિંગ જાહેર કરી

|

Apr 17, 2021 | 11:55 PM

સાયબર સિક્યુરિટી એજન્સીએ Whatsapp ના જૂના વર્ઝનની ખામીઓ અંગે યુઝર્સને ચેતવણી આપી છે. એજન્સીનું કહેવું છે કે આ ખામીનો લાભ લઈને હેકર્સ કોઈના પણ મોબાઇલમાં પ્રવેશ કરી શકે છે.

Whatsapp ના જૂના વર્ઝનમાં મોટી ખામી, સાયબર એજેન્સીએ સિક્યોરિટી વોર્નિંગ જાહેર કરી
FILE PHOTO

Follow us on

જો તમે Whatsapp યૂઝર્સ છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દેશની સાયબર સિક્યુરિટી એજન્સી CERT-In એ યૂઝર્સને વોટ્સએપના જૂના સંસ્કરણમાં થતી ખામીઓ વિશે ચેતવણી આપી છે. એજન્સીનું કહેવું છે કે આ ખામીનો લાભ લઈને હેકર્સ કોઈના મોબાઇલમાં પ્રવેશ કરી મહત્વપૂર્ણ માહિતી ચોરી શકે છે.

શું કહ્યું સાયબર એજેન્સી CERT-In એ?
CERT-In ટીમે કહ્યું કે, Android માટે WhatsApp અને Whatsapp Bussiness ના એન્ડ્રોઇડના વર્ઝન V2.21.4.18 અને iOs ના વર્ઝન V 2.21.32 માં ગંભીર ભૂલો મળી આવી છે. એજન્સીના સલાહકારે જણાવ્યું હતું કે વોટ્સએપમાં આવી ભૂલો મળી આવી છે, જે હેકર્સ માટે ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આને અવગણવા માટે યુઝર્સે એપ્લિકેશનને અપડેટ કરવી જોઈએ.

જોખમથી બચવાના ઉપાય
CERT-Inએ જોખમો વિશે માત્ર ચેતવણી આપી નથી, પરંતુ તેનાથી બચવા માટેનો ઉપાય પણ સૂચવ્યો છે. જોખમને વિગતવાર વર્ણવતા સીઇઆરટી-ઇન્ડિયાએ કહ્યું છે કે, વોટ્સએપમાં આ ખામીઓ કેચીસ કન્ફ્યુરીગેશન અને ઓડિયો ડીકોડિંગની દિશામાં તપાસના અભાવને કારણે ઉભી થાય છે. એજન્સીએ સલાહ આપતા કહ્યું છે કે WhatsaApp યુઝર્સે તરત જ ગૂગલ પ્લે સ્ટોર અથવા આઇઓએસ સ્ટોર પરથી તેમના વોટ્સએપને અપડેટ કરવા જોઈએ, જેથી આ ખામીઓ દૂર થઈ શકે અને કોઈ પણ ખતરો ટાળી શકાય.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જાણો સાયબર એજેન્સી CERT-In વિશે
સીઇઆરટી-ઇન્ડિયા એ સાયબર એટેક સામે રક્ષણ આપવા અને દેશમાં ભારતના સાયબર સ્પેસને સુરક્ષિત રાખવા માટે જવાબદાર ટેકનીકલ બ્રાંચ છે. આ એજન્સી દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ એજન્સીએ તેના સૂચનોમાં કહ્યું છે કે WhatsaApp એપ્લિકેશનમાં ઘણી ખામીઓ છે. આને લીધે દૂર બેઠેલા હેકર તેની પસંદના કોડ લખી અને તેનો ઉપયોગ કરી શકે છે અને કોઈપણ સિસ્ટમ કે કમ્પ્યુટરમાંથી સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે.

WhatsaApp માં cyberstalking નું પણ મોટું જોખમ
વોટ્સએપે લાસ્ટ સીન નામની એક એવી સુવિધા આપી છે જે બતાવે છે કે ક્યાં યુઝર્સ ક્યારે ઓનલાઈન હતા. આ લાસ્ટ સીન અને મેસેજ સ્ટેટ્સ બંધ કરી શકાય છે, પરંતુ યુઝર્સ ઓનલાઇન સ્ટેટસને ક્યારેય બદલી શકતા નથી. આથી કોઈ તમારી જાસુસી કરતુ હોય તો એ ઓનલાઈન રહ્યા વગર કરી શકતું નથી, પણ cyberstalking થી આ કામ શક્ય છે. જાસુસી કરનાર પોતે ઓફલાઈન રહીને પણ તમારી જાસુસી કરી શકે છે.જો કે પ્લેસ્ટોરે આ એપ્લીકેશનને મંજુરી આપી નથી.

Published On - 11:26 pm, Sat, 17 April 21

Next Article