જોજો તમારો વારો ન આવે, WhatsApp એ 80 લાખથી વધુ એકાઉન્ટ પર લગાવ્યો બેન, જાણો કારણ

|

Oct 15, 2024 | 5:20 PM

WhatsApp Bans Over 80 lakh Indian Accounts: એક મહિનામાં, WhatsAppએ તેની ગોપનીયતા નીતિનું ઉલ્લંઘન કરવા બદલ 80 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.  

જોજો તમારો વારો ન આવે, WhatsApp એ 80 લાખથી વધુ એકાઉન્ટ પર લગાવ્યો બેન, જાણો કારણ

Follow us on

વ્હોટ્સએપે તેની ગોપનીયતા નીતિના ઉલ્લંઘન માટે એક મહિનામાં તેના પ્લેટફોર્મ પરથી 80 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઝડપથી વધી રહેલા સાયબર ક્રાઈમ અને ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટની વચ્ચે વોટ્સએપે કુલ 8,458,000 ભારતીય એકાઉન્ટ બ્લોક કર્યા છે. તેમાંથી 1,661,000 ખાતાઓને ફરિયાદ વિના પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

શા માટે એકાઉન્ટ પર લગાવાયો પ્રતિબંધ ?

  • Spam અને છેતરપિંડી: ઘણા લોકો Spam મેસેજ મોકલે છે, છેતરપિંડી કરે છે અથવા WhatsApp પર ખોટી માહિતી ફેલાવે છે. જેના કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
  • ગેરકાયદેસર પ્રવૃત્તિ: કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે WhatsAppનો ઉપયોગ કરે છે.
  • યુઝર્સની ફરિયાદો: જ્યારે કોઈ યુઝર્સ અન્ય યુઝર્સ વિશે ફરિયાદ કરે છે, ત્યારે WhatsApp તપાસ કરે છે અને જો જરૂરી હોય તો, તે એકાઉન્ટને પ્રતિબંધિત લગાવે છે.

આ રીતે WhatsApp એકાઉન્ટ કરવામાં આવે છે બ્લોક

તમને જણાવી દઈએ કે વોટ્સએપમાં એક ઓટોમેટિક સિસ્ટમ છે જે શંકાસ્પદ ગતિવિધિઓને શોધી કાઢે છે. આ સિવાય જ્યારે કોઈ યૂઝર કોઈપણ એકાઉન્ટ વિશે ફરિયાદ કરે છે, તો WhatsApp તેના પર કાર્યવાહી કરે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વોટ્સએપે આ કાર્યવાહી પર શું કહ્યું?

વોટ્સએપે આ મોટી કાર્યવાહી પર કહ્યું છે કે તે તેના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે યુઝર્સને અપીલ કરે છે કે તે શંકાસ્પદ મેસેજ પર ક્લિક ન કરે અને અજાણ્યા નંબર પરથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા સાવચેત રહે.

તમારી જાતને આ રીતે સુરક્ષિત રાખો

જો તમે નથી ઈચ્છતા કે તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થાય તો તમે WhatsApp ના પ્રાઈવસી સેટિંગ્સ બદલીને તમારી માહિતી સુરક્ષિત રાખી શકો છો. જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તેનો જવાબ ન આપો અને તેને બ્લોક ન કરો. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા તપાસો. જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે WhatsApp સપોર્ટની મદદ લઈ શકો છો.

Next Article