WhatsApp પરથી પણ ડાઉનલોડ કરી શકાશે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

|

Aug 07, 2021 | 4:24 PM

હવે તમે MyGov કોરોના હેલ્પડેસ્ક WhatsApp ચેટબોક્સમાંથી પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમારા માટે WhatsAppના માધ્યમથી COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ લઈને આવ્યા છીએ.

WhatsApp પરથી પણ ડાઉનલોડ કરી શકાશે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ, ફોલો કરો આ સ્ટેપ્સ
Download Corona Vaccination Certificate from WhatsApp

Follow us on

હાલના સમયમાં દેશ વિદેશમાં ફરવા જવા માટે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ (Vaccination Certificate) અથવા તો આરટીપીસીઆર (RTPCR) નેગેટીવ રિપોર્ટ સાથે લઈ જવો જરૂરી છે. હમણાં સુધી કોવિડ 19 (Covid 19) વેક્સિનેશન સર્ટીને ડાઉનલોડ કરવા માટેના 2 વિકલ્પ હતા. CoWIN પોર્ટલ પરથી અથવા તો આરોગ્ય સેતુ એપ પરથી ડાઉનલોડ કરી શકાતુ હતુ. પરંતુ હવે સરકારે તમામ લોકો માટે વેક્સિન સર્ટિફીકેટ ડાઉનલોડ કરવુ વધારે સરળ બનાવી દીધુ છે.

 

હવે તમે MyGov કોરોના હેલ્પડેસ્ક WhatsApp ચેટબોક્સમાંથી પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમારા માટે WhatsAppના માધ્યમથી COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ લઈને આવ્યા છીએ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

1. MyGov Corona Helpdesk WhatsApp નંબર (+91 9013151515)ને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરો.

2. હવે વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરો.
3. ચેટ લીસ્ટમાં કોન્ટેક્ટ સર્ચ કરો.
4. ચેટ ઓપન કરો.
5. આપેલી જગ્યાએ Download certificate ટાઈપ કરો.
6. હવે તમારા રજીસ્ટર નંબર પર 6 આંકડાનો ઓટીપી આવશે.
7. ઓટીપી નાંખો.
8. હવે વોટ્સએપ પર તમારુ વેક્સિનેશન સર્ટિફીકેટ આવી જશે, જેને હવે તમે ડાઉનલોડ કરી શકો છો.

 

આ પણ વાંચો – હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું “સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે”

 

આ પણ વાંચો – Tokyo Olympics 2020 Live : ગોલ્ફર અદિતિ અશોક ન જીતી શક્યા મેડલ,હવે બજરંગ પૂનિયા અને નીરજ ચોપડા પર સૌની નજર

Next Article