ગૂગલે (Google)જૂના પર્સનલ કોમ્પ્યુટર અને મેક યુઝર્સ માટે ક્રોમ ઓએસ (Chrome OS)નું નવું વર્ઝન રજૂ કર્યું છે. જેને ક્રોમ ઓએસ ફ્લેક્સ (Chrome OS Flex)કહેવામાં આવે છે. નવું વર્ઝન Chrome OS જેવા જ કોડ બેઝ પરથી બનાવવામાં આવ્યું છે અને તેને Chromebooks અને અન્ય Chrome OS ડિવાઈસ માટે ઉપલબ્ધ સૉફ્ટવેર સાથે રિલીઝ કરવામાં આવશે.
નવી ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને બેકગ્રાઉન્ડ અપડેટ્સ, સેન્ડબોક્સિંગ, વેબ એપ્લિકેશન્સ અને Android ફોન નોટિફિકેશન સિંકિંગ સહિત કેટલીક Chrome OS સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. કંપનીના જણાવ્યા અનુસાર, વપરાશકર્તાઓ તેમના કમ્પ્યુટર્સ પર ક્રોમ ઓએસ ફ્લેક્સના પ્રારંભિક એક્સેસ વર્ઝનને ડાઉનલોડ કરી શકશે અથવા તેને લાઇવ યુએસબીથી ચલાવી શકશે.
Google એ નવા ફ્રી-ટુ-ડાઉનલોડ ક્રોમ ઓએસ ફ્લેક્સ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કર્યું છે. જે વ્યવસાયો અને શાળાઓ માટે બનાવામાં આવ્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર, ક્રોમ ઓએસની જેમ, નવી ઓપરેટિંગ સિસ્ટમ વેબ એપ્સ અને વર્ચ્યુઅલાઈઝેશનની ઍક્સેસ આપે છે અને ઝડપથી બૂટ થાય છે અને બેકગ્રાઉન્ડ સિસ્ટમ અપડેટ્સ ઑફર કરે છે.
ક્રોમ ઓએસ ફ્લેક્સ સેન્ડબોક્સિંગની સાથે એક્ટિવ સેફ્ટી અને વાયરસ, રેન્સમવેર અને ફિશિંગ સામે રક્ષણ પણ આપશે. કંપનીનું કહેવું છે કે ક્રોમ ઓએસ ફ્લેક્સને યુએસબી સ્ટીક્સ અથવા નેટવર્ક ડિપ્લોયમેન્ટ દ્વારા ઝડપથી એક્ટિવેટ કરી શકાય છે અને યુઝરની ક્લાઉડ પ્રોફાઇલ્સ, સેટિંગ્સ, બુકમાર્ક્સ અને પોલિસી એકવાર લોગ ઈન થઈ જાય પછી સિંક થઈ જશે.
ક્રોમ ઓએસ ફ્લેક્સના ભાગ રૂપે, વપરાશકર્તાઓને સત્તાવાર ક્રોમ બ્રાઉઝર, ગૂગલ આસિસ્ટન્ટની ઍક્સેસ હશે અને એન્ડ્રોઇડ ડિવાઇસ નોટિફિકેશન સિંકિંગ જેવી ક્રોસ-પ્લેટફોર્મ સુવિધાઓનો લાભ લઈ શકશે. ગૂગલના જણાવ્યા અનુસાર, આઇટી એડમિનિસ્ટ્રેટર્સ રેગ્યુલેટર ક્રોમ ઓએસ ડિવાઇસ તેમજ ક્રોમ ઓએસ ફ્લેક્સ ડિવાઇસનું સંચાલન કરી શકશે. જો કે, Chromebooks, Chromeboxes અને Chromebase ઉપકરણોથી વિપરીત, એવું લાગે છે કે Chrome OS Flex વપરાશકર્તાઓને Google Play સ્ટોરની ઍક્સેસ હશે નહીં.
Windows, macOS અથવા Chrome OS પર, Chrome વેબ સ્ટોરની મુલાકાત લો.
Chromebook રિકવરી યૂટિલિટી સર્ચ કરો અને એક્સ્ટેંશન ડાઉનલોડ કરો.
Chromebook રિકવરી યૂટિલિટી એક્સ્ટેંશન લોંચ કરો, પછી Get Started પર ક્લિક કરો.
હવે લીસ્ટમાંથી મોડેલ પસંદ કરો, ઉત્પાદક પસંદ કરો અથવા પ્રોડક્ટ પસંદ કરો.
કંટીન્યુ પર ક્લિક કરો, પછી જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારી USB ડ્રાઇવ દાખલ કરો.
મેનૂમાંથી તમારી USB ડ્રાઇવ પસંદ કરો, કંટીન્યુ પર ક્લિક કરો અને પછી ‘હવે બનાવો’ પર ક્લિક કરો.
Google કહે છે કે યુઝર ક્રોમ ઓએસ ફ્લેક્સને શરૂઆતી એક્સેસ વર્ઝનને તરત અજમાવી શકે છે. જ્યાં સુધી તેમની પાસે કોમ્પૈટિબલ PC અથવા Mac કમ્પ્યુટર અને ખાલી USB ડ્રાઇવ હોય ત્યાં સુધી. નવી ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરતા પહેલા યુઝર્સે એક ફોર્મ ભરવું પડશે અને તપાસવું પડશે કે તેમના ડિવાઈસ પ્રમાણિત મોડલ સૂચિમાં શામેલ છે કે નહીં.
આ પણ વાંચો: મગરથી બચ્યું તો ચિત્તાનો શિકાર થયું હરણનું બચ્ચુ, જુઓ શ્વાસ માટે સંઘર્ષનો Viral વીડિયો
આ પણ વાંચો: Tech News: હવે માત્ર ‘ફીડ’ ના નામથી ઓળખાશે ફેસબુકનું ન્યૂઝ ફીડ, જાણો શું છે કારણ