
ભારતીય ટેક જગતમાં મોટા સમાચાર બહાર આવ્યા છે. OpenAI એ જાહેરાત કરી છે કે, તેનો નવો ‘ChatGPT Go’ પ્લાન હવે ભારતના બધા યુઝર્સને આખા વર્ષ માટે ફ્રીમાં ઓફર કરવામાં આવશે. 4 નવેમ્બરથી શરૂ થતી આ ઓફર ભારતીય યુઝર્સને એક રૂપિયો પણ ખર્ચ્યા વિના એડવાન્સ AI ફીચરનો ઉપયોગ કરવાની તક આપશે.
OpenAI એ ઓગસ્ટ 2025 માં ‘ChatGPT Go’ પ્લાન લોન્ચ કર્યો. શરૂઆતમાં આની કિંમત ₹399 પ્રતિ મહિને હતી. આ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે, જેઓ ફ્રી ChatGPT પ્લાન કરતાં વધુ ફીચર ઇચ્છતા હતા પરંતુ મોંઘા પ્લસ પ્લાન માટે પેમેન્ટ કરવા માંગતા ન હતા. જો કે, હવે આનો ઉપયોગ આખા વર્ષ માટે ફ્રીમાં કરી શકાશે. આનાથી ભારતમાં વધુ લોકો AIનો ઉપયોગ કરશે.
આ પ્લાનમાં ફ્રી પ્લાનની સુવિધા, તેમજ બીજા ઘણા દમદાર ફીચરનો સમાવેશ થાય છે.
4 નવેમ્બરથી ફક્ત તમારા ChatGPT એકાઉન્ટમાં લોગ ઇન કરો, પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો, અપગ્રેડ પ્લાન પસંદ કરો અને પછી Try Go પર જાઓ. આ ઓફર માટે કોઈ પેમેન્ટ અથવા કાર્ડની જરૂર નથી.
OpenAI નું આ પગલું Google માટે એક પડકાર છે. તાજેતરમાં ગૂગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે AI Pro Membership મફતમાં આપેલ છે. જો કે, હવે OpenAI એ બધા ભારતીય યુઝર્સને આ ઓફર કરીને AI અપનાવવાની દોડને વધુ વેગ આપ્યો છે.
‘ChatGPT Go’ માં GPT-5, ફાઇલ અપલોડ અને ઇમેજ બનાવવા જેવી સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ Deep Research, Agent Mode અને Sora વીડિયો બનાવવા જેવી કેટલીક એડવાન્સ સુવિધાઓ હજુ પણ પ્લસ પ્લાનમાં જ ઉપલબ્ધ છે.
Published On - 8:35 pm, Mon, 3 November 25