ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી

|

Nov 21, 2023 | 9:07 AM

કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, સરકાર તમામ પ્લેટફોર્મને જણાવશે કે તે કેવી રીતે ડીપફેક અને ખોટી માહિતીને ગંભીર ખતરો માને છે. આ સાથે, ડીપફેક ભારતના લોકો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સુરક્ષા માટે કેવી રીતે ગંભીર ખતરો છે? તમામ પ્લેટફોર્મને આ અંગે સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવશે.

ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખર

Follow us on

વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે આગામી 24 નવેમ્બરના રોજ ગૂગલ, ફેસબુક, યુટ્યુબ સહિતના ઓનલાઈન પ્લેટફોર્મને બોલાવ્યા છે અને તેમને ચેતવણી આપી છે કે જો તેઓ તેમની સાઈટ પરથી ડીપફેક વીડિયો દૂર નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથોસાથ તેમની સામે ભારતીય કાયદા અનુસાર કેસ પણ નોંધી શકાય છે.

મીડિયા સાથે વાત કરતાકેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સરકાર તમામ પ્લેટફોર્મને જણાવશે કે તે કેવી રીતે ડીપફેક વીડિયો અને ખોટી માહિતીને ગંભીર ખતરો માનવામાં આવે છે, તેમજ ડીપફેક વીડિયો ભારતના લોકો અને તેનો ઉપયોગ કરતા લોકોની સુરક્ષા માટે કેવી રીતે ગંભીર ખતરા સમાન છે. તેમણે કહ્યું કે સરકાર ગૂગલ, ફેસબુક, યુટ્યુબ સહિતના તમામ ઓનલાઈન પ્લેટફોર્મને ચેતવણી આપશે કે જો તેઓ તેમની સાઈટ પરથી ડીપફેક દૂર નહીં કરે તો તેમની સામે ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો વાંધાજનક સામગ્રી હટાવાય નહીં તો પીડિત કોર્ટમાં જઈ શકે

આ સાથે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એમ પણ કહ્યું હતું કે જો તમામ પ્લેટફોર્મ માહિતી મળ્યાના 36 કલાકની અંદર તેમની સાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવેલા ડીપફેકને દૂર કરી દે છે, તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે. પરંતુ જો તેઓ આમ નહીં કરે તો કોઈ પણ પીડિત વ્યક્તિ તે પ્લેટફોર્મ સામે કોર્ટનો સંપર્ક કરી શકે છે અને ભારતીય દંડ સંહિતા અથવા આઈટી એક્ટ હેઠળ તેમની સામે કેસ દાખલ કરી શકે છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

કાયદા અનુસાર લોકોને દર્શાવી ના શકાય તેવા 11 મુદ્દાઓ છે

ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે IT એક્ટમાં નવા સુધારાઓ હેઠળ, ઓનલાઈન પ્લેટફોર્મ કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ડીપફેક લઈ શકતા નથી. તેમણે કહ્યું કે IT એક્ટમાં સુધારા સાથે, તે સાઇટ્સની જવાબદારી બની ગઈ છે કે તે સુનિશ્ચિત કરે કે તેમની પાસે જે પણ સામગ્રી છે તે ખોટી નથી. તેમણે કહ્યું કે 11 પ્રકારના મુદ્દાઓ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લોકોને બતાવી શકતા નથી, જેમાં બાળકોના યૌન શોષણ, પેટન્ટ ઉલ્લંઘન, ખોટી માહિતીનો પણ સમાવેશ થાય છે.

24મી નવેમ્બરે તમામ પ્લેટફોર્મ સાથે બેઠક

રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, આગામી 24 નવેમ્બરે તમામ પ્લેટફોર્મ સાથે એક બેઠક યોજવામાં આવશે. જેમાં જણાવવામાં આવશે કે સરકાર ડીપફેક અને ખોટી માહિતીને કેટલી ગંભીર ગણે છે. તેમણે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ એક મોટો પડકાર છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો પ્રત્યે સરકાર જવાબદાર છે. તેથી યુઝર્સ માટે તમામ સુરક્ષીત વ્યવસ્થા કરવામાં આવશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article