
Apple ભારતમાં iPhoneગ્રાહકો માટે એક લીમિટ નક્કી કરી છે. એક ગ્રાહક હવે કંપનીના ઓનલાઈન સ્ટોરમાંથી કુલ બે આઇફોન ખરીદી શકે છે. આ નિયમ ફક્ત નવા આઇફોન ડ્યુઓ, આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ પર જ નહીં, પરંતુ બધા આઇફોન મોડેલો પર લાગુ પડે છે. ગ્રાહકો એક જ મોડેલના બે ખરીદી શકે છે અથવા અલગ અલગ મોડેલ પસંદ કરી શકે છે. જો કે, જો ઓર્ડરમાં ત્રીજો આઇફોન ઉમેરવામાં આવે તો વેબસાઇટ ચેતવણી આપશે.
આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે એપલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટ ફોન iPhone Duo 23 ઓક્ટોમ્બરના રોજ ભારતમાં આવશે. તેનું પ્રી બુકિંગ 16 ઓક્ટોમ્બરથી શરુ થઈ ચૂક્યું છે.
એપલે હજુ સુધી આ નિર્ણયનું કારણ આપ્યું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે, આ નિયમનો હેતુ લોકોને મોટી માત્રામાં ફોન ખરીદવા અને ફરીથી વેચવાથી રોકવા અને સામાન્ય ગ્રાહકો માટે ફોનની ઉપલબ્ધતા જાળવવાનો હોઈ શકે છે. એપલની વેબસાઇટ પર ત્રીજો આઈફોન ઉમેરતી વખતે, ગ્રાહકોને એક સંદેશ મળે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહક વધુમાં વધુ બે આઈફોન ખરીદી શકે છે. આગળ વધવા માટે, ઓર્ડરમાં ફોનની સંખ્યા ઘટાડવી આવશ્યક છે.
આનો મતલબ એ થયો કે, જો કોઈ ગ્રાહક પોતાના પરિવારના સભ્યો માટે અથવા ગિફ્ટ આપવા માટે 3 કે તેથી વધારે આઈફોન ખરીદવા માંગે છે તો તેને એપલના ઓનલાઈન સ્ટોરમાંથી એક ઓર્ડરમાં આવું કરવાની પરવાનગી મળશે નહી.
આ પહેલી વખત નથી. જ્યારે એપલે આ પ્રકારની લિમિટ નક્કી કરી છે. વર્ષ 2007માં પહેલા આઈફોનના લોન્ચિંગ સમયે પણ કંપનીએ એક ગ્રાહક માટે 2 ફોન ખરીદવાની લિમિટ રાખી હતી. જેનો અર્થ મોટા પ્રમાણમાં ફોન ખરીદનાર લોકો માર્કેટમાં વેંચી બ્લેક માર્કેટિંગને રોકવાનું હતુ.
એપલનું આ પગલું આઈફોન iPhone Duoની મજબુત માંગના સમાચાર વચ્ચે આવ્યું છે. 16 ઓક્ટોમ્બરના રોજ આનું પ્રી બુકિંગ શરુ થયું હતુ. રિપોર્ટ મુજબ બુકિંગ શરુ થયાના થોડા સમય પછી કેટલાક ગ્રાહકો માટે ડિલિવરીનું અનુમાન જાન્યુઆરી સુધી પહોંચ્યું હતુ.