ભારતનું ‘મિશન શક્તિ’ : જાણો કેવી રીતે ‘એન્ટી સેટેલાઈટ મિસાઈલ’ અવકાશમાં સેટેલાઈટનો ખુરદો બોલાવી દે છે?

ભારતે અંતરિક્ષમાં યુદ્ધ ક્ષમતા મેળવવાની સાથે કોઈ પણ શંકાસ્પદ સેટેલાઈટને તોડી પાડવાની શક્તિ મેળવી છે. દેશના વૈજ્ઞાનિકોએ માત્ર 3 મિનિટમાં ‘મિશન શક્તિ’અભિયાન અંતર્ગત લૉ અર્થ ઓર્બિટમાં 300 કિલોમીટર દૂર એક સેટેલાઈટ તોડી પાડ્યો. જેને લઈને દેશમાં બનેલી એંટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. જાણો કેવી હોય છે એંટી સેટેલાઈટ મિસાઈલ? એંટી સેટેલાઈટ મિસાઈલમાં […]

ભારતનું ‘મિશન શક્તિ : જાણો કેવી રીતે એન્ટી સેટેલાઈટ મિસાઈલ અવકાશમાં સેટેલાઈટનો ખુરદો બોલાવી દે છે?
| Edited By: | Updated on: Mar 27, 2019 | 12:28 PM

ભારતે અંતરિક્ષમાં યુદ્ધ ક્ષમતા મેળવવાની સાથે કોઈ પણ શંકાસ્પદ સેટેલાઈટને તોડી પાડવાની શક્તિ મેળવી છે. દેશના વૈજ્ઞાનિકોએ માત્ર 3 મિનિટમાં ‘મિશન શક્તિ’અભિયાન અંતર્ગત લૉ અર્થ ઓર્બિટમાં 300 કિલોમીટર દૂર એક સેટેલાઈટ તોડી પાડ્યો. જેને લઈને દેશમાં બનેલી એંટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.

જાણો કેવી હોય છે એંટી સેટેલાઈટ મિસાઈલ?

એંટી સેટેલાઈટ મિસાઈલમાં દારૂગોળો નથી હોતો. આ મિસાઈલને કનેટિક કીલ વેપન પણ કહેવામાં આવે છે. એન્ટી સેટેલાઈટ મિસાઈલ કનેટિક કિલ મેકેનિઝમ પર કામ કરે છે. જેના વોરહેડ પર એક મેટલ સ્ટ્રીપ હોય છે. આ સિસ્ટમ વડે કોઈપણ શંકાસ્પદ સેટેલાઈટને તોડી પાડવામાં મદદ મળી શકે છે.  ટૂંકમાં આ મિસાઈલ સેટેલાઈટ સાથે અથડાઈ છે અને તેને અવકાશમાં જ તોડી પાડે છે. સેટેલાઈટ તૂટી જવાથી દુશ્મન દેશની ગતિવિધીઓ બંધ થઈ જાય છે.  આમ શંકાસ્પદ રીતે દેશને ખતરારુપ સેટેલાઈટને તોડી પાડવા માટે હવે ભારત પણ સક્ષ્મ બન્યું છે.

TV9 Gujarati

 

આ મિસાઈલ કોઈ પણ દેશને અંતરિક્ષમા સૈન્ય તાકાત આપવાનું કામ કરે છે. અત્યાર સુધી આ શક્તિ અમેરીકા, રશિયા અને ચીન પાસે હતી. પરંતુ પરંતુ હવે અંતરિક્ષમાં મહાશક્તિ ધરાવતા દેશોમાં ભારત પણ સામેલ થઈ ગયુ છે. જોકે અત્યાર સુધી ક્યારેય પણ કોઈ પણ દેશે યુધ્ધમાં એંટી સેટેલાઈટ મિસાઈલનો ઉપયોગ નથી કર્યો. આમ ભારતે પોતાના બચાવ માટે અને સમય આવ્યે દુશ્મને અવકાશમાં પણ જવાબ આપવા આ તકનીકનુ નિર્માણ કર્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=””]