ભારત બંધ 2022: ઘરેથી નીકળતા પહેલા Google Maps પર ટ્રાફિકની સ્થિતિ તપાસો

|

Mar 28, 2022 | 6:55 PM

ગુગલ મેપ્સ એ રોજ-બરોજના જીવનમાં ઉપયોગ થતી એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે. Google Mapsએ એવા વપરાશકર્તાઓ માટે ખૂબ જ સારો વિકલ્પ છે જેમના ડિવાઈસમાં સ્ટોરેજ ઓછું છે અને તેઓ કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા માંગતા નથી.

ભારત બંધ 2022: ઘરેથી નીકળતા પહેલા Google Maps પર ટ્રાફિકની સ્થિતિ તપાસો
Google Maps (Symbolic Image)

Follow us on

અત્યારે સૌ કોઈ ભારત બંધ 2022ની (Bharat Bandh 2022) ચર્ચા કરી રહ્યા છે. જો આજે તમે ઘરેથી નીકળી રહ્યા છો અને ઓફિસ અથવા કોઈપણ પસંદ કરેલા ગંતવ્યસ્થળ પર પહોંચતી વખતે ટ્રાફિક મળશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, જાણિતી એપ્લિકેશન ગૂગલ મેપ્સ (Google Maps) દ્વારા તમે લાઈવ ટ્રાફિક ટ્રેકિંગ (Live Traffic Tracking) કરી શકો છો અને સરળતાથી તમે નિર્ધારિત સ્થળ સમય પૂર્વે પર પહોંચી શકો છો. અમે તમને જણાવી દઈએ કે તમે ગુગલ મેપ્સ પર ઑફ્લાઇન સર્ચ પણ (Offline Search) કરી શકો છો.

અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ હેઠળ કામદારો, ખેડૂતો અને સામાન્ય લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરતી સરકારી નીતિઓના વિરોધમાં આજે દેશભરમાં હડતાળનું આહ્વાન કર્યું છે. આ હડતાલ આજે (28/03/2022) અને આવતીકાલે (29/03/2022)ના રોજ રહેશે. આજે ભારત બંધનો પ્રથમ દિવસ છે. જો તમે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને તમને ખબર નથી કે ઓફિસ અથવા કોઈ પસંદ કરેલા ડેસ્ટિનેશન પર પહોંચતી વખતે ટ્રાફિક હશે કે નહીં, તો ચિંતા કરવાની જરૂર નથી.

કારણ કે, આ માટે તમે ગૂગલની નેવિગેશન સર્વિસ ગૂગલ મેપ્સની મદદ લઈ શકો છો. તો ચાલો જાણીએ કે ગૂગલ મેપ્સ પર રસ્તા અને ટ્રાફિકની સ્થિતિ કેવી રીતે જોવી જોઈએ. જેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

1) સૌથી પહેલા Google Maps પર રૂટ જોવા માટે તમારા Android સ્માર્ટફોન પર ગુગલ મેપ્સ એપ્લિકેશન ખોલો. આ પછીસૌથી ઉપર સર્ચ બારમાં તમારા ગંતવ્યસ્થળનું નામ શોધો. તે પછી નીચેના દિશા વિકલ્પ પર ક્લિક કરો.

2) ત્યારબાદ નીચેના દિશા વિકલ્પ પર ક્લિક કરો. તે પછી તમે જીપીએસ ચાલુ કરીને લાઈવ ટ્રેકિંગ રિપોર્ટનો લાભ લઈ શકો છો.  જેમાં ટ્રાફિક જામ વિશે પણ માહિતી આપે છે. પરંતુ આ સેવાનો લાભ મેળવવા માટે તમારે ગુગલ મેપ્સ એપ્લિકેશન તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવી ફરજીયાત છે.

ગૂગલ મેપ્સમાં ટ્રાફિક કલર્સનો અર્થ

Google Maps પર ટ્રાફિકની પરિસ્થિતિ અલગ- અલગ રંગ દ્વારા બતાવવામાં આવે છે. ગુગલ મેપ્સ પર વિવિધ રંગીન રેખાઓના અલગ-અલગ અર્થ છે. જેમાં બ્લુ લાઈનનો અર્થ એ છે કે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આ રસ્તો એકદમ સ્પષ્ટ છે અને તે તમારા માટે સૌથી ઝડપી રસ્તો છે. ક્યારેક ગ્રે કલરની લાઈન પણ જોવા મળે છે, જે વૈકલ્પિક માર્ગ દર્શાવે છે અને તેનો સંભવિત સમય પણ દર્શાવે છે.

લાલ રંગનો અર્થ છે ગૂગલ મેપ્સ પર સૌથી વધુ ટ્રાફિક

તમને વાદળી રંગના રૂટ કરતાં ગ્રે રંગના રૂટમાં થોડો વધારે સમય પહોંચવામાં લાગી શકે છે. વાદળી રંગની રેખાની વચ્ચે ક્યાંક લાલ રંગની રેખાઓ પણ જોવા મળે છે. તેનો અર્થ એ છે કે તમારા માર્ગના તે ભાગ પર ઘણા બધા વાહનો ચાલી રહ્યા છે. જો કે, નારંગી રંગની રેખા ઓછો ટ્રાફિક સૂચવે છે. જ્યારે લાલ રંગ ખૂબ ઘાટો થઈ જાય છે, તેનો અર્થ એ છે કે ત્યાં ખૂબ ટ્રાફિક જામ થઇ રહ્યો છે.

 

આ પણ વાંચો – Tech Tips: Google Mapsથી જાણો કોઈ પણ ટ્રેનનું Live Status, અપનાવો આ રીત

Next Article