Automobile : સૌથી સસ્તી 5 CNG કાર, જાણો માઇલેજ અને ફિચર્સ વિશે

|

Aug 03, 2021 | 6:37 PM

લોકો ધીરે ધીરે ઈલેક્ટ્રિક વ્હીકલ અને CNG કાર તરફ વળી રહ્યા છે. તેવામાં આજે અમે તમારા માટે એવી ગાડીઓનું લિસ્ટ લઈને આવ્યા છીએ, જે તમને કિંમતમાં સસ્તી પડશે અને વધુ માઈલેજ પણ આપશે.

Automobile : સૌથી સસ્તી 5 CNG કાર, જાણો માઇલેજ અને ફિચર્સ વિશે

Follow us on

પેટ્રોલ-ડિઝલ (Petrol-Diesel)ના ભાવ સતત વધી રહ્યા છે. દેશના મોટેભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે તેવામાં હવે સામાન્ય વર્ગના લોકોને ગાડી ચલાવવાનું પોસાય તેમ નથી. પેટ્રોલ-ડિઝલનો વિકલ્પ શોધવો એ હવે ખૂબ જરૂર બની ચૂક્યુ છે તેવામાં લોકો ધીરે ધીરે ઈલેક્ટ્રિક વ્હીકલ અને CNG કાર તરફ વળી રહ્યા છે. તેવામાં આજે અમે તમારા માટ એવી ગાડીઓની લિસ્ટ લઈને આવ્યા છીએ જે તમને કિંમતમાં સસ્તી પડશે અને વધુ માઈલેજ પણ આપશે.

 

1. Maruti Suzuki Alto CNG
એક્સ શોરૂમ પ્રાઈઝ – 4.89 લાખ રૂપિયા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અલ્ટોએ મારૂતી સુઝુકીની સૌથી સસ્તી કાર છે. તે મધ્યમવર્ગીય તેમજ નાના પરિવાર માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારતીય બજારમાં તેના 2 સીએનજી મોડલ્સ છે. LXi અને LXi (O). તેના પાવરની વાત કરીએ તો 796 સીસીના ત્રણ સિલિન્ડર વાળા પેટ્રોલ એન્જીન 48 bhpના મેક્સિમમ પાવર અને 69 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. તેના માઈલેજની વાત કરીએ તો તેનું સીએનજી મોડલ 31.59 km/kgની માઈલેજ આપે છે.

 

2. Hyundai Santro CNG
એક્સ શોરૂમ પ્રાઇઝ – 5.86 લાખ

સેન્ટ્રો હ્યુન્ડેની સૌથી વધુ વેચાતી સીએનજી કાર છે. ભારતીય માર્કેટમાં તે Magna અને Sportz આમ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 1.1 લીટરના 4 સિલિન્ડરવાળુ એન્જીન આપવામાં આવ્યું છે. તેની માઈલેજની જો વાત કરવામાં આવે તો હ્યુન્ડેની સીએનજી કાર 30.48 km/kgની માઈલેજ આપે છે.

 

3. Maruti Suzuki Celerio CNG
એક્સ શોરૂમ પ્રાઈઝ – 5.72 લાખ

મારુતિ સુઝુકીની સેલેરિયો કાર VXi અને VXi (O) જેવા 2 વેરિએન્ટમાં આવે છે. તેમાં 1.0 લીટરના 3 સિલિન્ડર વાળુ એન્જિન આપવામાં આવ્યુ છે. તેના માઈલેજની વાત કરવામાં આવે તો Maruti Suzuki Celerio ની માઇલેજ 30.47 km/kg છે.

 

4. Maruti Suzuki S-Presso CNG
એક્સ શોરૂમ પ્રાઇઝ – 4.89 લાખ

મારુતિ સુઝુકી તેની S-Pressoને મીની એસયૂવી કહે છે. સામેથી જોતા આ ગાડી થોડી એસયૂવી જેવી દેખાય છે. ભારતમાં તેના 4 મોડલ છે. LXi, LXi (O), VXi અને VXi (O). તેના માઈલેજની જો વાત કરીએ તો તે 31.2 km/kg ની માઈલેજ આપે છે.

 

5. Maruti Suzuki WagonR CNG
એક્સ શોરૂમ પ્રાઈઝ – 5.45 લાખ

Maruti Suzuki WagonR દેશમાં સૌથી વધારે વેચાતી કાર છે. તે 32.52 km/kgની માઈલેજ આપે છે. બસ આજ કારણ છે કે તે ભારતમાં સૌથી વધુ વેચાતી સીએનજી કાર છે. ભારતમાં તે 2 વેરિએન્ટમાં મળે છે. LXi અને LXi (O)

 

આ પણ વાંચો – સોશિયલ મીડિયા પર પહેલા મિત્રતા કરી બાદમાં કરતો બ્લેકમેલ, 300 મહિલાઓ સાથે છેતરપિંડી બદલ યુવકની ધરપકડ

 

આ પણ વાંચો – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ દેશ જણાવશે ભવિષ્ય, મોટા હુમલા પહેલા મળશે જાણકારી

Next Article