ચીનની ગેમિંગ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, એપલે ચીની પ્લેટફોર્મથી હટાવી 29,000થી વધુ એપ

|

Sep 21, 2020 | 1:01 PM

જાણીતી ટેક્નોલોજી કંપની એપલે ચીની એપ સ્ટોર પરથી ઓછામાં ઓછી 29,800 એપ્સને હટાવી દીધી છે. રિસર્ચ ફર્મ કિમાઈના આંકડા મુજબ તેમાં 26,000થી વધારે ગેમિંગ એપ સામેલ છે. એપલે આ નિર્ણય ચીનના એપ એપ્રૂવલ લાઈસન્સમાં થઈ રહેલા ઘટાડાને કારણે લીધો છે. આ પહેલા કંપનીએ ચીની પ્લેટફોર્મ પર એપ અપટેડને પણ સસ્પેન્ડ કરી દીધી હતી. Web Stories […]

ચીનની ગેમિંગ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, એપલે ચીની પ્લેટફોર્મથી હટાવી 29,000થી વધુ એપ

Follow us on

જાણીતી ટેક્નોલોજી કંપની એપલે ચીની એપ સ્ટોર પરથી ઓછામાં ઓછી 29,800 એપ્સને હટાવી દીધી છે. રિસર્ચ ફર્મ કિમાઈના આંકડા મુજબ તેમાં 26,000થી વધારે ગેમિંગ એપ સામેલ છે. એપલે આ નિર્ણય ચીનના એપ એપ્રૂવલ લાઈસન્સમાં થઈ રહેલા ઘટાડાને કારણે લીધો છે. આ પહેલા કંપનીએ ચીની પ્લેટફોર્મ પર એપ અપટેડને પણ સસ્પેન્ડ કરી દીધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવા નિયમોમાં ગેમ ડેવલપર્સને ચીનના એપ સ્ટોરમાં પોતાની એપ અપલોડ કરવા પહેલા ચીની રેગ્યુલેટરથી એપ્રૂવલ લેવુ જરૂરી છે. એપલ ચાઈનાના માર્કેટિંગ મેનેજર ટોડ કુહન્સે કહ્યું 1 જુલાઈથી ચીની સરકારના નવા નિયમથી અમે પ્રતિ દિવસ ઘણી ગેમ એપ્સને પોતાના સ્ટોરથી હટાવી રહ્યા છે. અફસોસની વાત એ છે કે ચીન માત્ર વર્ષમાં લગભગ 1,500 ગેમ લાઈસન્સને મંજૂરી આપે છે અને આ પ્રક્રિયામાં 6થી 12 મહિના લાગે છે. જેનાથી એપને સ્ટોર સુધી અપલોડ થવામાં ઘણો સમય લાગી જાય છે. અમે 1 જુલાઈએ 1,571, 2 જુલાઈએ 1,805 અને 3 જુલાઈએ 1,276 ગેમ એપ્સને પોતાના સ્ટોર પરથી હટાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેમને કહ્યું કે આ નાના અને મધ્યમ આકારના ડેવલપર્સની આવકને સૌથી વધારે પ્રભાવિત કરે છે પણ બિઝનેસ લાઈસન્સ માટે આવી રહેલી મુશ્કેલીઓના કારણે તે ચીનની iOS ગેમિંગ ઈન્ડસ્ટ્રી માટે નુકસાનકારક છે. સેન્સર ટાવરના આંકડા મુજબ ચીન એપલનું સૌથી મોટું એપ સ્ટોર બજાર છે. જેનું વેચાણ 16.4 બિલિયન ડૉલર પ્રતિ વર્ષ છે. ત્યારે અમેરિકામાં 15.4 બિલિયન ડૉલર છે. હાલમાં એપલ ચીનમાં 60,000 ગેમ્સને હોસ્ટ કરે છે. આ તમામ એપ્સને ડાઉનલોડ કરવા માટે યૂઝર્સને તેને ખરીદવી પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:12 pm, Sat, 1 August 20

Next Article