ફેસબુક (Facebook)ભારત સહિત વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ છે. ભારતમાં લાખો લોકો અને સેલિબ્રિટી તેનો ઉપયોગ કરે છે. ફેસબુક દ્વારા તમે તમારા મિત્રો અને અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકો છો. તમે તેમના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોઈ શકો છો અને તેમને લાઈક કરી શકો છો અથવા તેમના પર કોમેન્ટ કરી શકો છો. યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને તેમાં ઘણા પ્રાઈવસી ફીચર્સ આપવામાં આવ્યા છે. ફેસબુક યુઝર્સ હવે તેમની પોસ્ટ ખાનગી રાખી શકશે, તેઓ પબ્લિક અને ફ્રેન્ડ ઓપ્શન સિલેક્ટ કરી શકશે.
આ સાથે, તમારા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ દરેક વ્યક્તિ જોઈ શકશે અથવા ફક્ત તે જ લોકો જોઈ શકશે જે તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે. આ સાથે, યુઝર પાસે પોસ્ટની કમેન્ટ્સ છુપાવવાનો વિકલ્પ પણ છે. ફેસબુક ટાઈમલાઈન પર વ્યક્તિગત પોસ્ટ માટે, વપરાશકર્તાઓને કમેન્ટ્સનું સંચાલન કરવાની સુવિધા છે. તે માટે તેઓ સાર્વજનિક અથવા ફ્રેન્ડ ઓપ્શન સેટ કરી શકે છે.
જો કે, તમે ગ્રુપ પોસ્ટ્સ માટે કમેન્ટ્સને સંપૂર્ણપણે બંધ કરી શકો છો. જો તમે ફેસબુક ગ્રૂપના એડમિન છો, તો પછી તમે તેની કમેન્ટ્સ બંધ કરી શકો છો. અમે તમને કેટલાક સરળ પગલાં જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે કમેન્ટ્સ બંધ કરી શકો છો.
Facebook ગ્રૂપની પોસ્ટ્સ પર કમેન્ટ્સ કરવાનું ડિસેબલ કરવા માટે તમારે તે ગ્રુપના એડમિન અથવા મોડેરેટર હોવું આવશ્યક છે.
કમેન્ટ્સને ડિસેબલ કરવા માટે, તમારે તે પોસ્ટ પર જવું પડશે જેની કમેન્ટ્સ તમે ડિસેબલ કરવા માંગો છો.
તે પછી પોસ્ટની જમણી બાજુએ બનાવેલા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો.
આ પછી ટર્ન ઑફ કમેન્ટિંગ (Turn Off Commenting)પર ક્લિક કરો.
આમ કરવાથી, ફેસબુક તરત જ તે પોસ્ટની કમેન્ટ્સને ડિસેબલ કરી દેશે.
આ પણ વાંચો: Social Media પ્લેટફોર્મની રશિયા પર ડિજીટલ સ્ટ્રાઈક, જાણો રશિયા-યુક્રેન યુદ્ધમાં ટેક કંપનીઓનો રોલ