આ રાજ્ય સરકારનો જોરદાર પ્લાન, સરકારી કર્મચારીઓને મળશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી

|

Apr 20, 2021 | 2:04 PM

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો વધુને વધુ અપનાવવામાં આવી રહ્યા છે, જે પ્રદૂષણના સ્તરને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે. જેને લઈને આંધ્રપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે.

આ રાજ્ય સરકારનો જોરદાર પ્લાન, સરકારી કર્મચારીઓને મળશે ઇલેક્ટ્રિક સ્કૂટર, ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો વધુને વધુ અપનાવવામાં આવી રહ્યા છે, જે પ્રદૂષણના સ્તરને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે. દિલ્હી પછી આંધ્રપ્રદેશ સરકાર વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટા પગલાં લેવા જઈ રહી છે. હકીકતમાં, આંધ્ર પ્રદેશ સરકાર તેના રાજ્ય સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારની એજન્સીઓની સહાયથી ઇએમઆઈના આધારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પ્રદાન કરવાની યોજના પર વિચાર કરી રહી છે. રાજ્ય સરકારના વર્તમાન કર્મચારીઓ જ નહીં, પણ આ યોજનામાં સહકારી, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને પેન્શનરોને પણ આવરી લેવામાં આવશે.

આ યોજના માત્ર પ્રદૂષણનું સ્તર જ નહીં ઘટે, પરંતુ લોકોના ખિસ્સા પરના પેટ્રોલ ડીઝલનો ભાર પણ ઘણી હદ સુધી ઘટાડશે. આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ એક જ ચાર્જ પર 40-100 કિ.મી.ની રેન્જ સાથે આવશે. આ ઉપરાંત ઇવીને ત્રણ વર્ષ માટે મફત મેન્ટેનન્સ પણ આપવામાં આવશે. જેનાથી ગ્રાહકોની બચત થશે. કર્મચારી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની રકમ 24 થી 60 મહિનાની અંદર સરળતાથી ચૂકવી શકે છે.

આંધ્રપ્રદેશ રાજ્ય ઉર્જા સચિવ શ્રીકાંત નાગુલપલ્લીના જણાવ્યા અનુસાર, ન્યૂ એન્ડ રીન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ એપી લિમિટેડ (NREDCAP) ને ઇએમઆઈ યોજના ચલાવવા માટે સશક્તિકરણ આપવામાં આવશે. યોજનાને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં ગામ અથવા વોર્ડ સચિવાલયના કર્મચારીઓ અને અન્ય ઓછા વેતન મેળવતા કર્મચારીઓને આ પ્રોજેક્ટનો લાભ મળશે. આંધ્ર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં આ યોજના સંબંધિત સત્તાવાર નોટિસ પ્રકાશિત કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આંધ્રપ્રદેશે તેની ઇવી પોલિસી પહેલેથી જ બહાર પાડી છે, જેનો હેતુ સપ્લાય અને ડિમાન્ડ બંને બાજુએ ઇ-મોબિલીટી ઇકોસિસ્ટમ સ્ટેક હોલ્ડર્સને પ્રોત્સાહિત કરીને રાજ્યને ઇલેક્ટ્રિક મોબિલીટી હબ બનાવવાનું છે. આંધ્રપ્રદેશ સરકારે ઇ.વી. પાર્ક્સના વિકાસ માટે 500 થી 1000 એકર જમીન ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં આંતરિક સુવિધાઓ, સામાન્ય સુવિધાઓ અને બાહ્ય માળખાકીય સુવિધાઓ પણ હશે.

જાહેર છે કે અત્યારના સમયે પ્રદુષણના કારણે ઘણી સમસ્યાઓ વધી છે. આ જોતા એવું લાગે છે કે રાજ્ય સરકારના આ નિર્ણયથી ઘણો બદલાવ આવશે. અને કર્મચારીઓની બચત પણ થશે.

 

આ પણ વાંચો: કોરોનામાં સામાન્ય માણસની સહાય માટે ભારતીય સેના સજ્જ, સામાન્ય માણસો માટે ખોલાશે સૈન્ય હોસ્પિટલ

આ પણ વાંચો: વેક્સિનેશનને વેગ આપવા મોદી સરકારનું એડીચોટીનું જોર, વિદેશી વેક્સિન પર લેશે આ મોટા નિર્ણય!

Next Article