યુક્રેન પર રશિયન હુમલા (Russia Ukraine War) બાદ અમેરિકી સરકારે ગ્લોબલ સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને સંભવિત ખતરા અંગે ચેતવણી આપી છે. સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સી અને ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ચેતવણી આપી છે કે તેઓ યુએસ અને ઈન્ટરનેશનલ સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કમાં સંભવિત જોખમોથી વાકેફ છે. SATCOM નેટવર્કમાં સફળ ઘૂસણખોરી નેટવર્ક પ્રોવાઈડર્સના કસ્ટમર એનવાયરમેન્ટ માટે જોખમ ઉભું કરી શકે છે. યુરોપમાં હજારો ગ્રાહકોના સેટેલાઈટ મોડેમ ઑફલાઈન થયા પછી તાજેતરની ચેતવણી આવી છે કારણ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો શરૂ કર્યો હતો. આ હુમલાથી અસરગ્રસ્ત નેટવર્કની માલિકી ધરાવતી અમેરિકન ટેલિકોમ્યુનિકેશન કંપની Viasatને અસર થઈ હતી.
Viasatએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતાં CISAની શિલ્ડ્સ અપ ઈનિશિયેટિવ વિનંતી કરે છે કે તમામ સંસ્થાઓ મૈલેશિયસ સાયબર પ્રવૃત્તિના સિગ્નલ્સની રિપોર્ટિંગ કરવા અને શેર કરવા માટેની તેમની મર્યાદા ઘટાડે.”
સીઆઈએસએ અને એફબીઆઈએ સૈટકોમ નેટવર્ક સાઈબર સિક્યોરિટીને મજબૂત કરવા માટે આ સીએસએમાં મેન્શન કરેલ શમનને રિવ્યુ કરવા અને લાગુ કરવા માટે જરૂરી બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ગેનાઈઝેશન અને અન્ય સંસ્થાઓને મજબૂતીથી પ્રોત્સાહિત કર્યા છે, જે કાં તો SATCOM નેટવર્ક પ્રોવાઈડર છે અથવા તો કસ્ટમર છે. ગત મહિને પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓએ વિયાસટ સાયબર એટેકની તપાસ શરૂ કરી હતી જેના પરિણામે સમગ્ર યુરોપમાં કોમ્યુનિકેશન વિક્ષેપો સર્જાયા હતા.
આ સિવાય તાજેતરમાં જ સાયબર હુમલામાં ઈઝરાયેલની ઘણી સરકારી વેબસાઈટને નુકસાન થયું છે. દેશની સાયબર ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે તે DDoS હુમલો હતો, જેણે સરકારી વેબસાઈટ્સની ઍક્સેસને અવરોધિત કરી હતી અને બધી વેબસાઈટ્સ ફરીથી ઑનલાઈન થઈ ગઈ હતી.
હારેટ્ઝના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયની જેમ આંતરિક, આરોગ્ય, ન્યાય અને કલ્યાણ મંત્રાલયોની વેબસાઈટ્સ ઑફલાઈન લેવામાં આવી હતી. સાયબર સિક્યોરિટી ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે આ ઓપરેશન મોટાપાયે ડિસ્ટ્રિબ્યુશન ડિનાયલ સર્વિસ (DDoS) હુમલો હતો. (ઈનપુટ -IANS)
આ પણ વાંચો: Tech News: લાસ્ટ 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી થઈ જશે ગાયબ, ગૂગલ એન્ડ્રોઈડ એપમાં જલ્દી મળશે આ ફિચર
આ પણ વાંચો: Viral: કપડા સુકવવામાં કૂતરાએ કરી મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘આવો હેલ્પર અમારે પણ જોઈએ’
Published On - 10:35 am, Sun, 20 March 22