Amazon ના કર્મચારીઓ હવે આટલા મહિનાઓ સુધી ઘરેથી કરશે કામ, કંપનીને સતાવી રહ્યો છે આ ભય

|

Aug 06, 2021 | 7:35 PM

એમેઝોને તેના કર્મચારીઓ માટે આવતા વર્ષે ઓફિસમાં પાછા બોલાવવાનું હાલ પુરતુ મુલતવી રાખ્યું છે. કંપનીએ હજુ સુધી ઓફિસમાં આવવા માટે રસી લેવાનું ફરજિયાત કર્યુ નથી.

Amazon ના કર્મચારીઓ હવે આટલા મહિનાઓ સુધી ઘરેથી કરશે કામ, કંપનીને સતાવી રહ્યો છે આ ભય
Amazon office

Follow us on

યુ.એસ.માં કોવિડ -19 ના ડેલ્ટા વેરિઅન્ટના વારંવાર સામે આવી રહેલા કેસોને જોતા એમેઝોને (Amazon) તેના કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાની સમયમર્યાદા વધારી છે. કંપનીએ ગુરૂવારે એક મેઈલ દ્વારા તેના કર્મચારીઓને, ઓફિસે આવવાના અપડેટ વિશે માહિતી આપી હતી.

એમેઝોને અગાઉ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી તેના કર્મચારીઓને યુએસ સ્થિત ઓફિસમાં બોલાવવાની અપેક્ષા રાખી હતી. પરંતુ ડેલ્ટા વેરિઅન્ટના નવા કેસ સામે આવતા, એમેઝોન કંપનીએ કરેલા નવા નિર્ણયથી હવે કર્મચારીઓને ઓફિસમાં પરત આવતા વર્ષની શરૂઆત સુધી મુલતવી રાખવામાં આવ્યુ છે. હવે કંપની તેના કર્મચારીઓને 3 જાન્યુઆરી, 2022 થી ઓફિસ બોલાવવાનું વિચારી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, એમેઝોને કર્મચારીઓને એક મેઇલ મોકલ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ઓફિસે પરત આવવાની જે સમયગાળો નક્કી કરાયેલ છે, તે સ્થાનિક પરિસ્થિતિઓના આધારે વૈશ્વિક સ્તરે બદલાશે. કંપનીએ જ્યારે કોઈ અપડેટ ઉપલબ્ધ થશે ત્યારે કર્મચારીઓને તેની નીતિ વિશે વિગતે જાણ કરવાનું જણાવાયુ છે. બીજી બાજુ, જો કંપની ઓફિસે આવવા અંગે કોઈ ફેરફાર કરશે તો, તે પહેલા જાણ કરાશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કંપનીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે જ્યારે તમે ઓફિસ પર કામ કરતા પરત ફરો ત્યારે તમારામાંથી ઘણાએ તમારા અને તમારા પરિવાર માટે જરૂરી આયોજન કરવુ જરૂર છે. જ્યારે આપને આ અંગે કોઈ નવી જાણકારી આપવાની હશે ત્યારે જાણ કરીશુ. એમેઝોન કંપનીએ કહ્યું કે વિશ્વના ઘણાબધા દેશમાં કર્મચારીઓએ એમેઝોનની ઓફિસમાં જવાનું શરૂ કર્યું છે. જો કે આ બધું કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.

આ સાથે, હવે એમેઝોન પણ એવી કંપનીઓની યાદીમાં જોડાઈ ગઈ છે જેણે અત્યારે તેમની ઓફિસ ખોલવાના અને કર્મચારીઓને કામકાજ ઉપર બોલાવવાના આયોજન પર પૂર્ણવિરામ મુકી દીધુ છે. ગયા મહિને ગૂગલ અને ફેસબુકે એવી જાહેરાત કરી હતી કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધાનો સમય વધારવામાં આવ્યો છે. કર્મચારીઓ તેમના નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કામ કરી શકે છે.

જો કે, ત્રણ કંપનીઓમાંથી એમેઝોને તેના તમામ કર્મચારીઓ માટે કોરોના વિરોધી રસી લેવાનું ફરજિયાત કર્યુ છે. એટલે કે, રસી ના લીધી હોય તેવા કર્મચારીઓને કે અન્યોને ઓફિસમાં પ્રવેશ આપવામા નહીં આવે. જ્યારે ફેસબુક અને ગૂગલે, તેમના કર્મચારીઓને રસી લીધી છે કે નહી તેના પ્રમાણપત્ર માટે કહ્યું છે.

આ પણ વાંચોઃ LAC થી સારા સમાચારઃ ચીની સૈનિકો ગોગરામાંથી બેગ-બિસ્તરા સાથે પાછા હટ્યા

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર ! પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના 2,000 રૂપિયા 9 ઓગસ્ટે મળશે, કૃષિ મંત્રીએ આપી જાણકારી

Next Article