એમેઝોન લાવ્યુ નવુ ધમાકેદાર ફિચર, હવે ઓનલાઈન શોપિંગમાં વર્ચ્યુઅલી ટ્રાય કરી શકશો બૂટ

|

Jun 11, 2022 | 9:34 PM

એમેઝોન શોપિંગ એપ (Amazon) પર ટૂંક સમયમાં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે, જેના પછી યુઝર્સ બૂટ વર્ચ્યુઅલ રીતે ટ્રાય કરી શકશે. આ ફીચરનું નામ છે વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ફીચર્સ.

એમેઝોન લાવ્યુ નવુ ધમાકેદાર ફિચર, હવે ઓનલાઈન શોપિંગમાં વર્ચ્યુઅલી ટ્રાય કરી શકશો બૂટ
Amazon new features
Image Credit source: youtube

Follow us on

નવી ટેકનોલોજી આવતા જ આપણી લાઈફ સ્ટાઈલ પણ બદલાઈ રહી છે. નવી નવી ટેકનોલોજી (Technology updates) આપણા જીવનને સરળ પણ બનાવી રહ્યુ છે. ટેકનોલોજીને કારણે ઓનલાઈન સુવિધાઓ વધી છે. હવે આપણે જીવન જરુરીયાતની વસ્તુઓ પણ ઓનલાઈન શોપિંગના માધ્યમથી લઈ રહ્યા છે. હાલમાં ઓનલાઈન શોપિંગ એપ (Online shopping app) એમેઝોન એક મસ્ત ધમાકેદાર ફીચર લાવ્યુ છે, જે તમારી સુવિધામાં વધારો કરશે. ઘણીવાર આપણે જે બૂટ કે કપડા આપણે ઓનલાઈન લઈએ છે, તે ઘરે આવ્યા પછી આપણને ફિટ નથી આવતા અને તેને રીર્ટન કરવુ પડે છે. હવે આ સમસ્યામાંથી તમને છૂટકારો મળશે.

એમેઝોન પર વર્ચ્યુઅલ ટ્રાય ઓનના ફીચર્સ આવી રહ્યા છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ જોઈ શકશે કે તે શૂઝ-બૂટ મંગાવા માંગે છે તે તેમના પગમાં કેવી રીતે ફિટ થશે. આવી સ્થિતિમાં આ ફીચર્સ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન ચશ્મા વેચતી વેબસાઈટ લેન્સકાર્ટ પણ વર્ચ્યુઅલ ચશ્મા લગાવવાનો વિકલ્પ આપે છે.

વર્ચ્યુઅલ ટ્રાય ઓનનો ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો

આ ફીચર હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેને પહેલા iOS માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચર્સ પ્રારંભિક તબક્કામાં યુએસ અને કેનેડા માટે રિલીઝ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય દેશોમાં આ ફીચર રિલીઝ થશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને પ્રોડક્ટની નીચે વર્ચ્યુઅલ ટ્રાય ઓનનો વિકલ્પ મળશે. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે, ત્યારપછી કેમેરાની મદદથી પગને જુઓ, ત્યારબાદ તમે તે સુઝ-બૂટ તમારા પગમાં પહેરેલા જોવા મળશે. તમે જૂતાને દરેક ખૂણાથી જોઈ શકો છો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઘરે બેઠા ટ્રાયલ કરી શકાય છે

જો એમેઝોન આ ફીચર્સ દરેક સુધી પહોંચાડવામાં સફળ થશે તો તે ઘણા લોકોની સમસ્યાનો અંત આવશે. હાલમાં ઘણા લોકોને ઓનલાઈન શૂઝ ખરીદવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ નવી ટેકનોલોજીના માધ્યમથી તમે દરેક ખૂણેથી શૂઝને જોઈ શકશો.

મિત્રો સાથે થઈ શકશે ફોટો શેયર

વર્ચ્યુઅલ ડિસ્પ્લે પર દેખાતા ફોટા ઈન્ટરનેટ પર શેયર કરી શકાશે. તે ઉપરાંત તમે તમારા મિત્રોને તે ફોટો મોકલીને તમારા પર તે કેવા લાગે છે તે જાણી શકશો. તમે જૂતાનો રંગ પણ બદલી શકાય છે, જેના માટે મોબાઇલ પર જ એક વિકલ્પ દેખાશે.

Next Article