છટણી કરનારી કંપનીમાં હવે ગૂગલ પણ સામેલ, 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી

કંપની આલ્ફાબેટ તેના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી રહી છે અને સમીક્ષામાં ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. હાલમાં દુનિયાની અન્ય મોટી ટેક કંપનીઓની જેમ ગૂગલ પર પણ તેની ખર્ચ ઘટાડવાનું દબાણ છે અને તેઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને તેની શરૂઆત કરી રહ્યા છે.

છટણી કરનારી કંપનીમાં હવે ગૂગલ પણ સામેલ, 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી
Google
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Nov 22, 2022 | 6:36 PM

ટ્વિટરે તેના કર્મચારીઓને કાઢી મૂક્યા બાદ છટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. હવે આ લિસ્ટમાં ગૂગલ પણ સામેલ થઈ ગયું છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેના કર્મચારીઓના કામગીરીની સમીક્ષા કરી રહી છે અને સમીક્ષામાં ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. હાલમાં દુનિયાની અન્ય મોટી ટેક કંપનીઓની જેમ ગૂગલ પર પણ તેની ખર્ચ ઘટાડવાનું દબાણ છે અને તેઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને તેની શરૂઆત કરી રહ્યા છે.

6 ટકા કર્મચારીઓને દૂર કરવાની યોજના

સમાચાર અનુસાર, કંપની દર 100માંથી 6 કર્મચારીઓને હટાવવાની તૈયારી કરી રહી છે. જે લગભગ 10 હજાર કર્મચારીઓ બરાબર છે. આ માટે ગૂગલ રેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે અને સૌથી નીચા રેન્કિંગવાળા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે થોડા સમય પહેલા ગૂગલે મોટી સંખ્યામાં લોકોની ભરતી કરી હતી. જે પછી નિષ્ણાતો અને રોકાણકારોએ કંપની મેનેજમેન્ટને વધતા ખર્ચ વિશે ચેતવણી આપવાનું શરૂ કર્યું.

અબજોપતિ રોકાણકાર ક્રિસ્ટોફર હેને ફરિયાદ કરી હતી કે ગૂગલ નવા કર્મચારીઓની ભરતી કરવામાં ઉદ્યોગની સરેરાશ કરતાં વધી ગયું છે. અને તાજેતરમાં જે ભરતીઓ થઈ છે તે કંપનીની જરૂરિયાત કરતાં વધુ છે. જે બાદ ગૂગલે જાહેરાત કરી હતી કે તે ચોથા ક્વાર્ટરમાં ભરતીની ગતિ ધીમી કરશે. જોકે, હવે કંપની આ ક્વાર્ટરમાં છટણી કરવા જઈ રહી છે.

રોકાણકારોના મતે કંપનીમાં વધુ કર્મચારીઓ છે

અનુભવી રોકાણકાર ક્રિસ્ટોફર હેને આલ્ફાબેટને પત્ર લખીને જણાવ્યું હતું કે કંપનીમાં જરૂરિયાત કરતાં વધુ કર્મચારીઓ છે. અને તેમની સંખ્યા ઘટાડવાની જરૂર છે. ત્યારે યુકેના આ રોકાણકારે મેલમાં એમ પણ લખ્યું છે કે કંપનીના કર્મચારીઓને ઉદ્યોગની સરેરાશ કરતા વધુ પગાર મળી રહ્યો છે. અને તાજેતરના સમયમાં સરેરાશ કરતાં વધુ ભરતીઓ થઈ છે. વર્ષ 2021માં ગૂગલના કર્મચારીઓનો સરેરાશ પગાર આશરે 3 લાખ ડોલર એટલે કે વાર્ષિક રૂ. 2 કરોડથી વધુ હતો. એક રિપોર્ટ અનુસાર આલ્ફાબેટ અમેરિકાની ટોચની ટેક કંપનીઓ કરતાં દોઢ ગણો વધુ પગાર આપી રહી છે.

આ પછી, કંપનીએ કર્મચારીઓના પ્રદર્શનની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. દર વર્ષે કંપની 2 ટકા અંડરપર્ફોર્મિંગ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે, જો કે આ વર્ષે મેનેજરોને 6 ટકા ઓછા પરફોર્મિંગ કર્મચારીઓની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે.