SCAM ALERT! જો આ નંબર પરથી તમારા પર કોલ આવે તો ક્યારે નહીં ઉપાડતા નહીં તો પડશે ભારે

|

Aug 08, 2021 | 3:26 PM

જો તમારી પાસે નો નંબર વાળો કોલ આવે છે તો તમને જણાવી દઇએ કે આ ફ્રોડ કોલ હોઇ શકે છે. DoT અનુસાર તમારે તરત આ વાતની જાણકારી આપવી જોઇએ. આવા કોલ્સ મોટેભાગે સ્કેમ હોય છે.

SCAM ALERT! જો આ નંબર પરથી તમારા પર કોલ આવે તો ક્યારે નહીં ઉપાડતા નહીં તો પડશે ભારે
Never receive calls from these numbers

Follow us on

આજના સમયમાં ફ્રોડના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. તેવામાં દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે નહી તો ભારે નુક્સાનનો સામનો કરવો પડી શકે છે. જ્યાં એસએમએસ, ઇમેલ અને ઓટીપીના માધ્યમથી થતી ઠગાઇના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યાં હવે હેકર્સ ઇન્ટરનેશનલ કોલ કરીને લોકોને ચૂનો લગાડી રહ્યા છે. આને લઇને સરકાર સતત લોકોને વોર્નિંગ આપી રહી છે તેમ છતા કેટલાક લોકો તેના ભોગ બની જ જાય છે. હવે દૂરસંચાર વિભાગ (DoT) પણ આને લઇને તમામ મોબાઇલ યૂઝર્સને મેસેજ મોકલીને આ પ્રકારના ફ્રોડથી બચવાની સલાહ આપી રહ્યા છે.

 

DoT દ્વારા કેટલાક યૂઝર્સને વોર્નિંગ મેસેજ મોકલવામાં આવ્યા છે. જેમાં તેમને કોઇ પણ પ્રકારના ઇન્ટરનેશનલ કોલ ફ્રોડથી બચીને રહેવા માટે કહેવામાં આવ્યુ છે. આ મેસેજમાં લખેલુ છે કે, ‘While receiving an international call, if an Indian number or no number is displayed on your phone, please inform on the DoT tollfree number 1800110420/1963.’ આનો મતલબ થાય છે કે જો તમારા ફોન પર વગર કોઇ નંબર અથવા તો ઇન્ડિયન નંબર પરથી ઇન્ટરનેશનલ કોલ આવે છે તો તરત જ DoT ટોલફ્રી નંબર 1800110420/1963 પર સંપર્ક કરો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

જો તમારી પાસે નો નંબર વાળો કોલ આવે છે તો તમને જણાવી દઇએ કે આ ફ્રોડ કોલ હોઇ શકે છે. DoT અનુસાર તમારે તરત આ વાતની જાણકારી આપવી જોઇએ. આવા કોલ્સ મોટેભાગે સ્કેમ હોય છે અને તેનાથી બચીને રહેવુ ખૂબ જરૂરી છે. સાથે અન્ય ટેલીકોમ ઓપરેટર પણ સતત આવા કોલ્સથી બચવાની સલાહ આપી રહ્યા છે. જીયો, વોડાફોન આઇડિયા અને એરટેલ દ્વારા યૂઝર્સને સતત મેસેજ મોકલીને જાણકારી આપવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે આવા કોઇ પણ કોલ, મેસેજ વગેરે પર વિશ્વાસ ન કરો.

 

માં આવશે કે તમે કોઇ લોજો ઇન્ટરનેશનલ કોલ ફ્રોડની વાત કરીએ તો સામાન્ય રીતે અલગ અલગ કન્ટ્રી કોડ સાથે કોલ આવી શકે છે જેમકે, +92, +375 વગેરે. તમે આ કોલને રિસીવ કરશો તો તમને કહેવાટરી અથવા તો ઇનામ જીત્યુ છે. સાથે જ કોલ કરનાર વ્યક્તિ તમારી પર્સનલ માહિતી જાણવાની કોશિશ કરશે સાથે એવુ પણ થઇ શકે છે કે પ્રાઇલ જીતવા બદલ કોઇ કમીશન આપવાની વાત કરે. આ ફ્રોડ ફક્ત કોલ જ નહી પરંતુ એસએમએસ મારફતે પણ થઇ શકે છે. માટે જ તેને લઇને દૂરસંચાર વિભાગ અને ટેલિકોમ કંપનીઓ વોર્નિંગ પણ જાહેર કરે છે.

 

આ પણ વાંચો – માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

આ પણ વાંચો – Neeraj Chopra : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ પર પૈસા અને ઇનામોનો વરસાદ, કેશથી લઇ ફ્રી કાર સુધીના ઇનામ

Next Article