Tech Tips: ઓનલાઈન છેતરપિંડી બાદના 2થી 3 કલાક હોય છે ગોલ્ડન અવર, તાત્કાલિક આ કામ કરવાથી બચી જશે તમારી મહેનતની કમાણી

|

Apr 14, 2022 | 6:16 AM

ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) રોકવા અને લોકોની મહેનતની કમાણી બચાવવા માટે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે હાથ મિલાવ્યા છે.

Tech Tips: ઓનલાઈન છેતરપિંડી બાદના 2થી 3 કલાક હોય છે ગોલ્ડન અવર, તાત્કાલિક આ કામ કરવાથી બચી જશે તમારી મહેનતની કમાણી
Symbolic Image

Follow us on

સાયબર છેતરપિંડી (Cyber Crime) દરરોજ વધી રહી છે. હેકર્સ દ્વારા રોજેરોજ લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉડાવામાં આવી રહ્યા છે. ભારતમાં જેટલી ઝડપથી બેંકિંગ સેવાઓ ઓનલાઈન થઈ રહી છે તેના કરતા બેંકિંગ છેતરપિંડી પણ વધુ ઝડપથી થઈ રહી છે. કોઈપણ પ્રકારનો ફ્રોડ કે છેતરપિંડીનો ભોગ બન્યા બાદ માહિતીના અભાવે લોકો સમયસર અને યોગ્ય જગ્યાએ ફરિયાદ કરી શકતા નથી. ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) રોકવા અને લોકોની મહેનતની કમાણી બચાવવા માટે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે હાથ મિલાવ્યા છે. ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે, જેના પર તમે તરત જ ફરિયાદ કરી શકો છો. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો વિગતવાર જાણીએ.

ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે 155260 પર હેલ્પલાઈન શરૂ કરી છે. જો તમે કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થાવ છો તો તરત જ આ નંબર પર કોલ કરો. 7થી 8 મિનિટમાં તમારા ખાતામાંથી ઉડાડવામાં આવેલા પૈસા જે IDમાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થયા હશે. હેલ્પલાઈન, તે બેંક અથવા ઇ-સાઇટ્સને એલર્ટ મેસેજ પહોંચાડશે. ત્યારબાદ રકમ હોલ્ડ પર ચાલી જશે.

ઓનલાઈન છેતરપિંડી (Online Fraud)ની ઘટનાઓને રોકવા માટે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ સાથે 155260 પાયલોટ પ્રોજેક્ટ 2020માં શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે સંપૂર્ણ રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાયબર પોર્ટલ પર કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના સાયબર ક્રાઈમ અથવા છેતરપિંડીની ફરિયાદ કરી શકે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લગભગ 55 બેંકો, ઈ-વોલેટ્સ, ઈ-કોમર્સ સાઈટ્સ, પેમેન્ટ ગેટવે અને અન્ય સંસ્થાઓએ સંયુક્ત રીતે ‘સિટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમ’ નામનું ઈન્ટરકનેક્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ખૂબ જ ઓછા સમયમાં બચાવી શકાય છે. આ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના લાખો રૂપિયાની બચત કરવામાં આવી છે.

આ હેલ્પલાઈન નંબરની દસ લાઈનો છે, જેથી કોઈને પણ આ નંબર વ્યસ્ત ન બતાવે. જો તમે હેલ્પલાઈન નંબર 155260 પર કોલ કરશો તો તમને નામ, નંબર અને ઘટનાનો સમય પૂછવામાં આવશે. મૂળભૂત વિગતો લઈને તે સંબંધિત પોર્ટલ અને તે બેંકના ડેશ બોર્ડ, ઈ-કોમર્સ પર ફોરવર્ડ કરવામાં આવશે. ઉપરાંત, પીડિતની બેંક સાથે માહિતી શેર કરવામાં આવશે.

છેતરપિંડી પછી 2થી 3 કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. જેમાં તાત્કાલિક એક્શનથી તમારી મહેનતની કમાણી બચી શકે છે, ત્યારે શક્ય તેટલી વહેલી તકે ફરિયાદ કરો. જેમાં તમે https://cybercrime.gov.in/ પર પણ ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો: Tech News: iPhone 13 પણ હશે મેડ ઈન ઈન્ડિયા, જાણો ભારતમાં ક્યાં થશે તેનું પ્રોડક્શન

આ પણ વાંચો: Tech News: iPhone 13 પણ હશે મેડ ઈન ઈન્ડિયા, જાણો ભારતમાં ક્યાં થશે તેનું પ્રોડક્શન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:55 pm, Wed, 13 April 22

Next Article