
અવારનવાર ફોન ચોરીના અહેવાલો આવે છે. ચોરાયેલા ફોનને શોધવા માટે સરકાર દ્વારા મદદ આપવામાં આવે છે. આ માટે કેન્દ્ર સરકારે એક વેબસાઈટ શરૂ કરી છે. પરંતુ જો તમે તાત્કાલિક અસરથી ફોનને સર્ચ કરવા માંગતા હોવ તો ગૂગલની એપ ફાઇન્ડ માય ડિવાઈસ (Find My Device)આમાં તમારી મદદ કરી શકે છે. આ એપ ચોરાયેલો ફોન ઝડપથી શોધવામાં મદદ કરે છે. આ ઉપરાંત, જો ફોન ક્યાંક પડી ગયો હોય, તો ફાઇન્ડ માય ડિવાઇસની મદદથી, ફોનનું વર્તમાન લોકેશન ટ્રેસ કરી શકાય છે.
ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જ્યાંથી એપને ફોનમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે. આ માત્ર 1.8MBની એપ છે. જેને 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: iPhone 14 સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે આવી શકે છે, ઇમરજન્સીમાં યુઝર્સને કરશે મદદ
આ પણ વાંચો: Happy Marriage Life : જો તમે પણ રણબીર આલિયાની જેમ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા હોય તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો