આજના સમયમાં ફ્રી કંઈ મળતું નથી, દરેક વસ્તુની કિંમત હોય છે. આનું સૌથી પરફેક્ટ ઉદાહરણ YouTube છે, જેના પર યુઝર્સ ‘ફ્રી'(Ad Free)માં વીડિયો જુએ છે. યુટ્યુબ (YouTube)પર જોવા મળતા વીડિયો ભલે ફ્રિમાં લાગતા હોય પરંતુ તેના માટે તમે સારી એવી કિંમત ચૂકવી રહ્યા છો. તમે તમારા ડેટા અને સમયના સંદર્ભમાં આ કિંમત ચૂકવો છો. જો તમને યાદ હોય તો, થોડા વર્ષો પહેલા YouTube પર ફક્ત એક જ જાહેરાત આવતી હતી, જે વીડિઓની શરૂઆતમાં ચાલતી હતી. ધીમે-ધીમે જાહેરાતોની સંખ્યા એકથી વધીને બે થઈ અને હવે તેની હાલત સૌની સામે છે.
અગાઉ તમને એડ સ્કિપ કરવા માટે એક બટન પણ મળતું હતું. બટન હજી પણ ઉપલબ્ધ છે, પરંતુ તમારે તેને સ્કિપ કરવા માટે રાહ જોવી પડે છે. YouTube પર એડ ફ્રી અનુભવ માટે, તમારે તેની પ્રીમિયમ ઍક્સેસ લેવી પડે છે. YouTube પ્રીમિયમ પ્લાન 129 રૂપિયા માસિકથી શરૂ થાય છે.
જો તમે YouTube નો પ્રીમિયમ પ્લાન ખરીદ્યા વિના એડ ફ્રી અનુભવ ઈચ્છો છો, તો તમારે આ માટે એડ બ્લોકરની જરૂર પડશે. મોબાઈલ અથવા પર્સનલ કમ્પ્યુટર પર જો તમે ક્રોમ અથવા Edge બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો તમે સરળતાથી એડ બ્લોકરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એડબ્લોક ફોર યુટ્યુબ એક્સટેન્શન (AdBlock For YouTube)નો ઉપયોગ કરવો પડશે. આ એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કર્યા પછી, તમે એડ વિના YouTube જોઈ શકો છો.
બીજી રીત થર્ડ પાર્ટી એડ બ્લોકર એપ્સનો ઉપયોગ કરી શકો છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)પરથી ફ્રી એડબ્લોકર બ્રાઉઝર એડબ્લોક એન્ડ પ્રાઈવેટ બ્રાઉઝર (Free Adblocker Browser: AdBlock & Private Browser)ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવાનું રહેશે. આ એક સરળ બ્રાઉઝર છે, જે સાઇટ્સ પર દેખાતી મોટાભાગની એડને બ્લોક કરે છે. તમે આના જેવી અન્ય કોઈપણ એપ પણ અજમાવી શકો છો. પરંતુ ધ્યાન રહે કે તે સિક્યોર હોય તેનું ધ્યાન રહે.
YouTube પર એડ ફ્રી અનુભવ માટે તમારે આ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. આના પર તમે તમારી પસંદગીનું સર્ચ એન્જિન પણ પસંદ કરી શકો છો. હવે તમારે YouTube પર સર્ચ કરવું પડશે અને તમે જાહેરાતો વિના YouTube વીડિઓઝ જોઈ શકો છો.
આ પણ વાંચો: Viral: Vimal ની એડમાં અક્ષય કુમારે કહ્યું ‘જુબા કેસરી’, વાયરલ થયા Funny Memes
આ પણ વાંચો: Viral Video : બે યુવકોએ બતાવ્યું અદ્ભુત ટેલેન્ટ, તમે ભાગ્યે જ આવી કળા જોઈ હશે, જુઓ વીડિયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો