ITR filing Last Date 2023 : ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે માત્ર આજનો સમય બાકી રહ્યો છે. આજે 31 જુલાઈ 2023 પછી આવકવેરાનું રિટર્ન(ITR) ફાઈલ કરવા બદલ કરદાતાઓને દંડ થઈ શકે છે. જો કે આંકડા મુજબ આ વખતે ટેક્સ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં ટેક્સ ભરી રહ્યા છે. તાજેતરમાં આવકવેરા વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ ૩1 જુલાઈએ 6કરોડ લોકોએ તેમનો ITR ભર્યો છે.
આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો ઉત્સાહ જોરશોરથી ચાલી રહ્યો છે. લોકોની હલચલ અને રીતરણ ભરવા માટેની જાગૃતિ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર વધતા ટ્રાફિક સાથે જોવા મળી રહી છે. ઇન્કમ ટેક્સ પોર્ટલના ડેશબોર્ડ પર આપવામાં આવેલી માહિતી અને ટ્વીટ અનુસાર 30 જુલાઈ 2023 ના રોજ સાંજે 6.30 વાગે વર્તમાન મૂલ્યાંકન વર્ષ 2023-24 એટલે કે નાણાકીય વર્ષ 2022-23 માટે નોંધાયેલા વ્યક્તિગત વપરાશકર્તાઓની સંખ્યા 11.50 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત આ પૈકી અત્યાર સુધીમાં 6 કરોડ કરદાતાઓએ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા છે. આ રીતે, હજુ સુધી રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓની સંખ્યા ઘણી વધારે છે.
Income Tax Department એ ટ્વીટ દ્વારા રેકોર્ડબ્રેક રીતરણ ફાઈલ થવાની માહિતી આપી જેમાં જણાવાયું હતું કે 30મી જુલાઈ સુધીમાં 6 કરોડથી વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે, જેમાંથી આજે સાંજે 6.30 વાગ્યા સુધી લગભગ 26.76 લાખ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે! અમે આજે સાંજે 6.30 વાગ્યા સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર 1.30 કરોડથી વધુ સફળ લોગીન જોયા છે.
To… pic.twitter.com/VFkgYezpDH
— Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023
આ દરમિયાન એક સર્વેમાં બહાર આવ્યું છે કે પૂર અને વરસાદને કારણે લગભગ 14 ટકા કરદાતાઓ અંતિમ તારીખ સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. સ્થાનિક વર્તુળો દ્વારા કરાયેલા સર્વેમાં લોકો પાસેથી આવકવેરા રિટર્ન અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ સર્વેમાં લગભગ 12 હજાર લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ વરસાદ અને પૂરને કારણે ઊભી થયેલી સમસ્યાઓને કારણે 31 જુલાઈ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે નહીં.
Published On - 6:39 am, Mon, 31 July 23