આ વર્ષે અત્યાર સુધી ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાનો આંકડો પ્રિ કોવિડની સરખામણીમાં અડધાથી ઓછો છે. લોકો આવકવેરો(Income Tax) ભરતા નથી. ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની ગતિ વધી રહી નથી. સામાન્ય રીતે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હોય છે પરંતુ આ વર્ષે સરકારે અગાઉ તેને બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરી હતી.આ પછી ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટમાં સમસ્યાઓના કારણે આ સમયમર્યાદા 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ છેલ્લી તારીખ ખૂબ નજીક હોવા છતાં પણ પરત રિટર્ન ફાઇલિંગમાં તેજી જોવા મળતી નથી.
ગયા વર્ષની સરખામણીમાં માત્ર અડધા રિટર્ન ફાઈલ થયાં
આવકવેરા વિભાગના ડેટા અનુસાર કોવિડ પહેલા નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.74 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ત્રણ કરોડ રિટર્ન ફાઈલ થયા છે. મતલબ કે 31 ડિસેમ્બર સુધીમાં 3.7 કરોડ વધુ રિટર્ન ફાઈલ કરવા જોઈએ. કોવિડ પહેલાના સ્તરે પહોંચવા માટે દરરોજ 13 લાખ રિટર્ન ફાઈલ કરવા જોઈએ જ્યારે આવકવેરા વિભાગના આંકડા દર્શાવે છે કે દરરોજ માત્ર ચાર લાખ રિટર્ન ફાઈલ થઈ રહ્યા છે. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધીમાં, ITRનો આંકડો કોવિડ પહેલાના સ્તરે પહોંચશે કે નહિ તે શંકા છે.
રિટર્નની સંખ્યામાં ઘટાડો કેમ થયો ?
CA અંકિત ગુપ્તાના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગની વેબસાઈટ રિટર્ન ભરવાના માર્ગમાં સૌથી મોટો અવરોધ સાબિત થઈ રહી છે. જૂનના પહેલા સપ્તાહમાં આ વેબસાઈટ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી જે હજુ સુધી સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી. જો વેબસાઈટ સિસ્ટમ બરાબર હોત તો રિટર્નનો આંકડો કોવિડ પહેલા લેવલ પાર કરી ગયો હોત. આ વખતે રિટર્ન ફાઈલ કરવા માટેના નિયત ફોર્મ પણ ખૂબ મોડેથી ઈસ્યુ કરવામાં આવ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જણાવી રહ્યા છે કે ફોર્મ-29Bની સમસ્યા હજુ પણ યથાવત છે. ઈન્ફોસિસ ઈન્કમટેક્સ વેબસાઈટનું સંચાલન કરે છે. સરકાર અને કંપની વચ્ચે અનેક પ્રયાસો છતાં ટેકનિકલ મુશ્કેલીઓ યથાવત છે. આ કારણોસર કરદાતાઓની મૂંઝવણનો અંત આવી રહ્યો નથી.
કોરોના સમસ્યાનું એક મુખ્ય કારણ
ટેક્સ નિષ્ણાત બળવંત જૈનના જણાવ્યા અનુસાર ગયા વર્ષે કોવિડ રોગચાળાને કારણે મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી હતી. દેખીતી રીતે તેમની આવક બંધ થઈ ગઈ છે. આવકવેરા કાયદા હેઠળ જે લોકોની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તેમના માટે રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. નાણાકીય સંકટને કારણે કેટલીક કંપનીઓ હજુ સુધી તેમના કર્મચારીઓને ફોર્મ-16 આપી શકી નથી. સ્વાભાવિક છે કે આ લોકો હજુ સુધી રિટર્ન ફાઈલ કરી શક્યા નથી.
આ કારણો પણ અડચણરૂપ બન્યા
Money9 ની સલાહ
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખની રાહ ન જુઓ. આ કામ સમયસર પૂર્ણ કરો. છેલ્લી ઘડીએ વેબસાઈટ પર વધતા દબાણને કારણે તમારું રિટર્ન અટકી શકે છે. આ સ્થિતિમાં તમારે દંડ ભરવો પડી શકે છે.
આ પણ વાંચો : Semiconductor Chip ની અછતના કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો, જાણો કેમ ચિપ વગર અટક્યું વાહનોનું ઉત્પાદન