Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો

|

Nov 11, 2021 | 12:21 PM

સંજુ સેમસનના પિતા વિશ્વનાથ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા પરંતુ તેમના પુત્રને ક્રિકેટર બનાવવાના જુસ્સાને કારણે તેમણે વહેલી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. સંજુને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તકો નથી મળી પરંતુ આઈપીએલમાં તેણે કુલ 3068 રન બનાવ્યા છે જેમાં 3 સદી અને 15 અડધી સદી સામેલ છે.

Birthday Special: IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન Sanju Samsonનો આજે છે જન્મદિવસ, વર્ષ 2013થીઆઈપીએલમાં પ્રવેશ કર્યો
Sanju Samson

Follow us on

Birthday Special:યુવા વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન આજે તેનો 27મો જન્મદિવસ એટલે કે 11 નવેમ્બર, 2021ના રોજ ઉજવી રહ્યો છે. કેરળના તિરુવનંતપુરમના રહેવાસી સંજુ સેમસ(Sanju Samson)ને ભલે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ પ્રદર્શન કર્યું ન હોય, પરંતુ તેનું બેટ IPL અને ઘરેલું ક્રિકેટમાં જોરદાર ચાલે છે, સંજુએ IPLમાં 3 સદી ફટકારી છે જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની 10 સદી છે.

સંજુ સેમસન (Sanju Samson)ને આ સ્થાન સુધી લઈ જવામાં તેના પિતાનો મોટો ફાળો છે. સંજુએ વર્ષ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો અને રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં રમ્યો. તેણે આઈપીએલ (ipl)માં અત્યાર સુધી 121 મેચ રમી છે અને 117 ઈનિંગ્સમાં 3068 રન બનાવ્યા છે. તેણે આ પ્રતિષ્ઠિત ટી20 લીગમાં 3 સદી અને 15 અડધી સદી ફટકારી છે.

પિતાએ દિલ્હી પોલીસની નોકરી છોડી દીધી

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સંજુ સેમસનના પિતા વિશ્વનાથ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ (Delhi Police Constable )તરીકે કામ કરતા હતા પરંતુ તેમના પુત્રને ક્રિકેટર બનાવવાના જુસ્સાને કારણે તેમણે વહેલા નિવૃત્તિ (સ્વૈચ્છિક) લેવાનું નક્કી કર્યું. વાસ્તવમાં, સંજુ તેના પિતા સાથે દિલ્હીમાં રહેતો હતો પરંતુ તે દિલ્હીની અંડર-13 ટીમમાં સિલેક્ટ થઈ શક્યો ન હતો. આ પછી વિશ્વનાથ તેમના પરિવાર સાથે તિરુવનંતપુરમ (Thiruvananthapuram) પરત ફર્યા. સંજુના પિતા ઘણીવાર તેની સાથે ક્રિકેટના મેદાનમાં જોવા મળતા હતા.

સંજુ સેમસને ફરીથી કેરળની ટીમ માટે રમવાનું શરૂ કર્યું અને પોતાના બેટની અદભૂતતાથી બધાને ચોંકાવી દીધા. સંજુ વર્ષ 2013માં પહેલીવાર IPLમાં રમતા જોવા મળ્યો હતો. તેણે તે સિઝનમાં રાહુલ દ્રવિડની કપ્તાની હેઠળ રમી 11 મેચોમાં કુલ 206 રન બનાવ્યા હતા. તે સતત 9 સિઝનમાં IPL રમ્યો હતો અને આજે તેના નામે 3 સદી, 15 અર્ધસદી અને કુલ 3068 રન છે.

આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડી

સંજુ સેમસન IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો, જ્યારે તેણે આ લીગમાં પ્રથમ વખત ભાગ લીધો. તેણે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 18 વર્ષ 169 દિવસની ઉંમરે 41 બોલમાં 63 રન બનાવ્યા હતા. જો કે, આ રેકોર્ડ પાછળથી રિયાન પરાગે તોડ્યો હતો, જેણે 17 વર્ષની ઉંમરે IPLમાં ફિફ્ટી ફટકારી હતી. 2013માં, સંજુએ ચેમ્પિયન્સ લીગ T20માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી નાની વયની અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વધારે તક નથી મળી

સંજુ સેમસનને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ તક મળી નથી. તેણે ટીમ ઈન્ડિયા માટે 10 T20 અને માત્ર એક દિવસીય ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે T20 ઈન્ટરનેશનલ કરિયરમાં કુલ 117 રન બનાવ્યા છે. તેણે આ વર્ષે કોલંબોમાં શ્રીલંકા સામેની તેની એકમાત્ર વનડેમાં 46 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 55 મેચની 91 ઇનિંગ્સમાં 10 સદી, 12 અડધી સદીની મદદથી 3162 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : Sameer Wankhede Case: માનહાનિના કેસમાં કોર્ટે સમીર વાનખેડેના પિતાને કહ્યું- તમારો પુત્ર સરકારી અધિકારી છે, જનતા તેની સમીક્ષા કરી શકે છે

Next Article