WTC Final: ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાનને લઇને કેન વિલિયમસને કહી જબરદસ્ત વાત

ન્યુઝીલેન્ડની ટીમ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા વાળી પ્રથમ ટીમ બની ચુકી છે. પ્રથમ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 70 પોઇન્ટસ પર્સેન્ટેઝ વાળી ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમે, પોતાના ઘરમાં રમેલી આખરી બે ટેસ્ટ સિરીઝના બધી 4 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતી મજબૂત બનાવી હતી.  જેનુ તેને ઇનામ મળ્યુ છે.

WTC Final: ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાનને લઇને કેન વિલિયમસને કહી જબરદસ્ત વાત
ટીમ ફાઇનલમાં પહોંચવાને લઇને વિલિયમસન ખૂબ જ ખુશ છે.
| Edited By: | Updated on: Feb 03, 2021 | 8:15 PM

ન્યુઝીલેન્ડની ટીમ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા વાળી પ્રથમ ટીમ બની ચુકી છે. પ્રથમ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 70 પોઇન્ટસ પર્સેન્ટેઝ વાળી ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમે, પોતાના ઘરમાં રમેલી આખરી બે ટેસ્ટ સિરીઝના બધી 4 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતી મજબૂત બનાવી હતી.  જેનુ તેને ઇનામ મળ્યુ છે. ટીમને આ ઉપલબ્ધી સુધી પહોંચાડવા માટે કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) નુ મોટુ યોગદાન છે. વિલિયમસન એ ના ફક્ત પોતાની કેપ્ટનશીપથી આગેવાની જ નિભાવી છે, પરંતુ પોતાના બેટથી રનોનો વરસાદ પણ વરસાવ્યો હતો. જેને લઇને જ ટીમ આ મુકામ સુધી પહોંચી શકી છે. ટીમ ફાઇનલમાં પહોંચવાને લઇને વિલિયમસન ખૂબ જ ખુશ છે.

મંગળવારે ઓસ્ટ્રેલીયાએ કોરોના વાયરસને લઇને પોતાનો સાઉથ આફ્રિકા પ્રવાસને રદ કર્યાનુ ઘોષિત કર્યુ હતુ. આમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રે્લીયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી ટળી ગઇ છે. જેને લઇને હવે ઓસ્ટ્રેલીયાની ફાઇનલમાં પહોંચવાની રાહ મુશ્કેલ થઇ ગઇ છે. જ્યારે ન્યુઝીલેન્ડને સીધો જ પ્રવેશ મળી ગયો હતો. તેમજ ભારત અને ઇંગ્લેંડની સિરીઝ બીજા ફાઇનાલિસ્ટ નક્કિ કરશે.

દુનિયા ની નંબર એક ટેસ્ટ ટીમ ન્યુઝીલેન્ડ અને નંબર એક ટેસ્ટ બેટ્સમેન કેન વિલિયમસન ટીમ ફાઇનલમાં પહોંચવાને લઇને ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યુ છે કે આ ફાઇનલ થી ચેમ્પિયનશીપ થી ટેસ્ટ ક્રિકેટને એક મહત્વ મળ્યુ છે. વિલિયમસન એ સ્પોર્ટસ ટુડે યુ-ટ્યુબ ચેનલ ને કહ્યુ હતુ કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી ફાઇનલમાં રમવુ રોમાંચક હશે. ટેસ્ટ ચેમ્પિયનશીપ થી ટેસ્ટ ક્રિકેટનુ વધ્યુ છે. અને આ એક શાનદાર પહેલ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હવે ફક્ત 7 જ ટેસ્ટ મેચ બાકી રહી છે. જેમાં બે બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની છે. જ્યારે એક પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ બાકી રહી છે. જે મેચો ફાઇનલ માટે કોઇ જ અસર સર્જી શકશે નહી. આવામાં સૌની નજર
હવે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી 4 ટેસ્ટ મેચો પર છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી 5 ફેબ્રુઆરી થી ટેસ્ટ સિરીઝ શરુ થનારી છે, એ વાતની સંભાવનાઓ વધારે છે કે, ફાઇનલમાં ન્યુઝીલેન્ડનો સામનો ભારત સામે હશે. જો ભારત તે શ્રેણીને 2-0 અથવા 2-1 થી જીતી લે છે તો, ભારતનુ ફાઇનલમાં સ્થાન નક્કિ થઇ જશે. સિરીઝ ડ્રો થવા અને ભારત માત્ર 1-0 થી જીતવા પર ઓસ્ટ્રેલીયા પાસે ફાઇનલમાં પહોંચવાનો મોકો મળી રહેશે. ઉપરાંત ઇંગ્લેંડને પણ ફાઇનલમાં પહોંચવા માટે ભારત ને સિરીઝમાં મહાત આપવી પડશે. ચેમ્પિયનશીપની ફાઇનલ 18 થી 22 જૂન વચ્ચે લોર્ડ્સમાં રમાનારી છે.

Published On - 4:23 pm, Wed, 3 February 21